ઝરોલીમાં સ્મશાન ભૂમિનું ખાતમુર્હુત કરાયું
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૨ ઃ ઉમરગામ તાલુકાના ઝરોલી પથ્થરપાડા ખાતે સ્મશાન ગૃહ ની જરૂરિયાતને ધ્યાને લઈ તાલુકા પંચાયત ખાતે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈઍ દરખાસ્ત કરી હતી. મંજૂરી મળતા વિધિવત ખાતમુહૂર્ત કરાયું હતું. પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ધાંગડા, ઝરોલી સરપંચ રેખાબેન પટેલ, ગ્રામ પંચાયત સભ્ય ભીખુભાઈ ધોડી, ગામના આગેવાન જયંતીભાઈ પટેલ, શૈલેષભાઈ પ્રજાપતિ, બીપીનભાઈ પટેલ, રાજેશભાઈ વારલી, અજયભાઈ પટેલ, વિલેશભાઈ વાહુત, વિજયભાઈ પટેલ, નીતિનભાઈ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્ના હતાં.
