Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સરીગામ અને ભીલાડની સાત આંગણવાડીઓનું નવીનીકરણ થશે

સરીગામ અને ભીલાડની સાત આંગણવાડીઓનું નવીનીકરણ થશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૨ ઃ ભીલાડ માલા ફળીયા ખાતે કાર્યરત અને જનહિત અને માનવ સેવાના કાર્યક્ષેત્રે અગ્રેસર ઈન્ડો કાઉન્ટ કંપની સંચાલિત ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ સ્તરે શિક્ષણ અને આરોગ્યના માળખાને મજબૂત કરવાના હેતુથી ઍક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા ઉમરગામ તાલુકાની કુલ ૭ આંગણવાડીઓના નવીનીકરણ માટેનો શુભારંભ સરીગામના ખાણફાળિયાથી કરવામાં આવ્યો છે. આ સીઍસઆર પ્રોજેક્ટ હેઠળ સરીગામની ૪, કરમબેલેની ૧ અને ભિલાડની ૨ આંગણવાડીઓનું નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ નવીનીકરણનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને રમત-ગમત સાથે શિક્ષણ મળે અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ ઊભું થાય તેવો છે. કાર્યક્રમની શરૂઆત કંપનીના મુંબઈ હેડ ઓફિસના કર્મચારી ડી.પી. અને અખિલેશ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવી ગર્ગ હતી. માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પણ સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતા ફાઉન્ડેશન દ્વારા ‘બાળકોના પ્રથમ ૧૦૦૦ દિવસ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત મેડિકલ વેન દ્વારા સ્થળ પર જ બાળકોના વજન કરી, તેમના પોષણ સ્તરની તપાસ કરવામાં આવી હતી અને નિષ્ણાતો દ્વારા માતાઓને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે સરીગામના સરપંચ સહદેવભાઈ વઘાત, યુવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન  રાકેશ રાયે ઈન્ડો કાઉન્ટની સામાજિક જવાબદારીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, કંપની દ્વારા કરવામાં આવતા વિકાસકાર્યોથી વિસ્તારના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નખાઈ રહ્ના છે.
આ પ્રસંગે કંપનીના હેડ ઓફિસના કર્મચારી ગણ આ પ્રસંગે ખાતરી આપી હતી કે, આગામી સમયમાં સરકારના સંકલનથી ‘સક્ષમ આંગણવાડી’ પ્રોજેક્ટને વધુ વ્યાપક બનાવવામાં આવશે અને સ્થાનિક સમુદાયના ઉત્થાન માટે કંપની સતત કાર્યરત રહેશે.