Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠમાં જીટીયુ સાઉથ ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠમાં જીટીયુ સાઉથ ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૨ ઃ સરીગામના લક્ષ્મી વિદ્યાપીઠ કેમ્પસમાં આજે રમતગમત અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (ઞ્વ્શ્) દ્વારા આયોજિત સાઉથ ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટ (ડિગ્રી – ભાઈઓ અને બહેનો) ૨૦૨૬નો ભવ્ય પ્રારંભ થયો છે. લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ન્ત્વ્) માટે આ ઍક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે સંસ્થા પ્રથમવાર ઞ્વ્શ્ કક્ષાની પ્રતિષ્ઠિત ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાનપદ શોભાવી રહી છે. આગામી ૨૦ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી ચાલનારા આ ખેલ મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની વિવિધ ડિગ્રી કોલેજોના ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે.
કાર્યક્રમના પ્રારંભમાં ખેલાડીઓ અને અધિકારીઓઍ ખેલદિલી, શિસ્ત અને રમતગમતના આદર્શોને વળગી રહેવાના શપથ લીધા હતા. ગજેરા ટ્રસ્ટ અને ઞ્વ્શ્ના સંયુક્ત માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ભાઈઓ અને બહેનોની ટીમોઍ ભારે ઉત્સાહ સાથે નોંધણી કરાવી છે.
આ પ્રસંગ સંસ્થા માટે ભાવનાત્મક રીતે પણ અત્યંત મહત્વનો છે. ગત વર્ષે ન્ત્વ્ની ટીમે દક્ષિણ ઝોનમાં વિજેતા બનીને ઞ્વ્શ્ ફાઇનલમાં પણ અગ્રેસર રહી ઁગુજરાત ચેમ્પિયન્સઁનો પ્રતિષ્ઠિત ખિતાબ મેળવીને ઈતિહાસ રચ્યો હતો. ગયા વર્ષે વિજેતાની ટ્રોફી ઉપાડવાથી લઈને આ વર્ષે યજમાન તરીકેની જવાબદારી સંભાળવા સુધીની ન્ત્વ્ની આ સફર રમતગમત ક્ષેત્રે સંસ્થાની અડગતા અને શ્રેષ્ઠતાનું પ્રતીક છે.
ઉદ્ઘાટન સમારોહમાં તાજેતરમાં જ યોજાયેલી દે ઘુમાકે-૪ અન્ડર-૧૯ ક્રિકેટ ટુર્નામેન્ટના વિજેતાઓને પણ નવાજવામાં આવ્યા હતા. પી.જે. જુનિયર કોલેજને વિજેતા તરીકે રૂ. ૨૫,૦૦૦ અને સનરાઈઝ સ્કૂલને રનર-અપ તરીકે રૂ. ૧૫,૦૦૦નો રોકડ પુરસ્કાર ઍનાયત કરવામાં આવ્યો હતો.
આ અવસરે ડાયરેક્ટર  બસાવરાજ પાટીલે તમામ ટીમોને પ્રોત્સાહિત કર્યા હતાં. આ ટુર્નામેન્ટમાં કુલ ૨૧ ટીમો ભાગ લઈ રહી છે, જે યુનિવર્સિટી કક્ષાઍ રમતગમતના વધતા વ્યાપને દર્શાવે છે. પ્રથમવાર આ કક્ષાનું આયોજન કરીને સરીગામની લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીઍ તેની સજ્જ માળખાકીય સુવિધાઓ અને વહીવટી ક્ષમતાનો પરિચય આપ્યો છે. સમગ્ર આયોજન સમિતિઍ ઞ્વ્શ્, ગજેરા ટ્રસ્ટ અને તમામ સહયોગી કરવામાં આવ્યું હતું.