Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો

ઉમરગામ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૨ ઃ ઉમરગામ પાલિકા દ્વારા હાલ પાલિકાના તમામ વોર્ડ પ્લાસ્ટિક અને ગંદકી મુકત બંને તે માટે ઍક મહાઅભિયાનની શરૂઆત કરી છે. ઉમરગામના દરિયા કિનારે સ્વચ્છતા અભિયાનના જનજાગૃતિ કાર્યકમ બાદ સમાજમાં ઍક બદલાવ આવે અને પર્યટન વિકાસ વધે તેવો અભિગમ વ્યક્ત કરવામાં આવ્યો છે. પાલિકાના સત્તાધિષોની ભ્રષ્ટાચારી ભૂમિકા સામે શહેર ગંદકીથી ત્રસ્ત હતું. હવે પાલિકા પર સત્તાધારીઓનો કાર્યકાળ પૂરો થવા જય રહ્ના છે. ત્યારે ઉમરગામ પાલિકા હવે વિકાસના કામો માટે દ્વારો ખોલી રહી છે. અઠવાડિયાંના રવિવારી હાટબજારમા પાલિકાના કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ ફેલાવવા પ્રચાર કરી લોકો કપડાંની થેલી લઈ આવે કચરાપેટીનો ઉપયોગ કરે અને દુકાનદારો કચરા પેટીઓ રાખે તથા પ્લાસ્ટિક બેગો બંધ કરે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે. પાલિકા દ્વારા આ સ્વચ્છતા અને પ્લાસ્ટિક ફ્રી અભિયાનને ચાલુ રાખવા પર ભાર મુકાયો છે.