માણેકપુરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૨ ઃ ઉમરગામ તાલુકા વારલી સમાજ દ્વારા આયોજિત મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ–૨૦૨૬નો પ્રારંભ ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ થયો હતો. આ પાંચ દિવસીય ટુર્નામેન્ટ માણેકપુર સ્થિત વૃંદાવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૨૬ જાન્યુઆરી સુધી યોજાશે. આ ટુર્નામેન્ટ ધારાસભ્ય રમણલાલ ઍન. પાટકરના અધ્યક્ષસ્થાને યોજાઈ રહી છે. તેનો મુખ્ય હેતુ યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વધારવો, ખેલ પ્રતિભાને પ્રોત્સાહન આપવું તેમજ સમાજમાં ઍકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવવાનો છે. આ ટુર્નામેન્ટમાં કુલ ૨૮૫ ટીમોઍ ભાગ લીધો છે. આયોજકો દ્વારા તમામ રમતપ્રેમીઓ અને નાગરિકોને ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવી છે.
