Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામ રોટરી ક્લબ ઓફ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

ઉમરગામ રોટરી ક્લબ ઓફ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૨ ઃ રોટરી ક્લબ ઓફ ઉમરગામ દ્વારા આયોજિત રોટરી ઇન્ડસ્ટ્રીયલ પ્રીમિયર લીગ (ય્ત્ભ્ન્)નું સફળતાપૂર્વક સમાપન થયું છે. ઉમરગામની આ  પ્રથમ ઔદ્યોગિક ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદ્યોગ જગત અને ક્રિકેટપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ટુર્નામેન્ટનું આયોજન ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રવિવારે દેહરી ક્રિકેટ ગ્રાઉન્ડ, ઉમરગામ ખાતે કરવામાં આવ્યું હતું. સવારે ૮ વાગ્યાથી શરૂ થયેલી મેચો દિવસભર રોમાંચક રહી હતી. ય્ત્ભ્ન્નો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગોમાં કાર્યરત કર્મચારીઓ, ઉદ્યોગપતિઓ અને સમાજ વચ્ચે પરસ્પર સ્નેહ, ઍકતા તથા રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. આ ટુર્નામેન્ટમાં વિવિધ ઔદ્યોગિક ઍકમોની ટીમોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના અંતે, સીઍમપી ચેલેન્જર્સ ટીમે શાનદાર પ્રદર્શન સાથે વિજેતા પદ પ્રા કર્યું હતું, જ્યારે અપાર અનુશક્તિ ટીમ રનર્સઅપ રહી હતી.