ઉમરગામ મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ અભિયાન શરૂ
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૨ ઃ ઉમરગામ મરીન સેક્ટર દ્વારા આજે (૨૦ જાન્યુઆરી) સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ સમયગાળામાં પૂરતી તકેદારી રાખી કોઈ પણ અણધારી પરિસ્થિતિને ટાળવાનો હેતુ છે.
ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષાની જવાબદારી સંભાળતા અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, પોલીસ મહાનિરીક્ષક (દરિયાઈ સુરક્ષા) પી.ઍલ. માલ અને મરીન સેક્ટર કમાન્ડર તથા પોલીસ અધિક્ષક (હજીરા, સુરત) ઍસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવાયું હતું.નાયબ પોલીસ અધિક્ષક ઍ.ઍમ. કુગસીયા (મરીન સેક્ટર લીડર), મરીન ટીમ લીડર ભ્લ્ત્ કે.સી. પટેલ અને મરીન કમાન્ડોની ટીમે વલસાડ જિલ્લાના કાલઈથી ફણસા લેન્ડિંગ પોઈન્ટ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ બોટો, શંકાસ્પદ ઈસમો અને અવાવરુ સ્થળોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઈ સુરક્ષા સુનિડ્ઢિત કરવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
