Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સરીગામ ઈન્ડ. ઍસો.ની ચૂંટણી ૬ માર્ચે યોજાશે

સરીગામ ઈન્ડ. ઍસો.ની ચૂંટણી ૬ માર્ચે યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૨ ઃ સરીગામ ઈન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની અગામી યોજના૨ી ચૂંટણીને લઈને ઔદ્યોગિક વર્તુળોમાં ગતિવિધિઓ તેજ બની જવા પામી છે. શનિવારે મળેલી ઍક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં ઍસોસિઍશનની ચૂંટણી ૬ માર્ચના રોજ યોજવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હોવાના સમાચાર બહાર આવતા સરીગામના ઉદ્યોગપતિઓઍ સંગઠન પ્રક્રિયા તેજ કરી દીધી છે. સરીગામ ઈન્ડસ્ટ્રીઝ ઍસોસીઍશનનું સંગઠન કદમાં નાનું બે વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ અને ૧૨ ઍક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરની થનારી ચૂંટણીમાં ૬૧૮ સભ્યો કરશે મતદાન છે. જેથી સમરસની પ્રક્રિયા સરળતાથી આગળ વધે ઍની શક્યતા છે અને જો આમ થાય તો ઍસઆઈઍના સંગઠન દ્વારા ઍક મંચ ઉપર આવી લેવાયેલા નિર્ણય મુજબ વર્તમાન સેક્રેટરીશ્રી કૌશિકભાઈ પટેલ પ્રમુખ તરીકે બિનહરીફ ઘોષિત થઈ શકે છે. પરંતુ ખાટલે મોટી ખોડ છે ઍસઆઈઅનું સંગઠન વિચારધારાની દૃષ્ટિઍ બે ભાગમાં વહેંચાયેલું છે. વર્તમાન પ્રમુખ નિર્મલભાઈ દુધાની અને ઍમની ટીમને પસાર થયેલી બે વર્ષની ટર્મ દરમિયાન લેવાયેલા ઘણા મહત્વના નિર્ણયોમાં ઍડવાઈઝરી કમિટીના ચેરમેન શિરીષભાઈ દેસાઈ અને ઍમની ટીમ સાથેના તાલમેલમા વિસંગતતા તેમજ ઉપર વટ જઈ નિર્ણય લેવાની ફરજ પડી હતી. ફેડરેશન ઈન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થોડા અંશે ખટરાગ પણ સર્જાયો હતો. અત્રે નોંધનીય છે કે, પ્રમુખ અને ૧૨ ઍક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોની થનારી ચૂંટણીનો કાર્યકાળ બે વર્ષનો રહેશે જેમાં ઍસોસિઍશનના બંધારણ મુજબ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી નોંધાયેલા સભ્યોને જ મતાધિકાર મળશે. આ નિયમ મુજબ કુલ ૬૧૮ સભ્યો નોંધાયેલા છે. વર્તમાન પ્રમુખ નિર્મલભાઇ દુધાની તેમજ વર્તમાન કારોબારી કમિટીના મેમ્બરોનો કાર્યકાળ માર્ચ ૨૦૨૬માં પૂર્ણ થઈ રહ્ના હોવાથી આ ચૂંટણી મહત્વની માનવામાં આવી રહી છે.