Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ફણસા ટાટાવાડીમાં દેશ-વિદેશથી આવતા પક્ષીનો નજારો

ફણસા ટાટાવાડીમાં દેશ-વિદેશથી આવતા પક્ષીનો નજારો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૨ ઃ ઉમરગામ તાલુકાના ફણસા ટાટાવાડી વિસ્તાર અને નારગોલ માલવણ બીચ વિસ્તારમાં શિયાળાની ઋતુમાં દેશ-વિદેશથી આવતા પ્રવાસી પક્ષીઓની હાજરી જોવા મળે છે. વન વિભાગ દ્વારા દર વર્ષે વિદેશી પક્ષીઓની ગણતરી અને સર્વેક્ષણ કરવામાં આવે છે. દૂર-દૂરથી પક્ષી પ્રેમીઓ પક્ષીઓને નિહાળવા અને તેમના કેમેરામાં તસવીર કંડરવા ફણસા અને નારગોલ માલવણ બીચ ખાતે વહેલી સવારે અને સાંજે આવતા જોવા મળી રહ્ના છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી વિવિધ પ્રકારના વિદેશી પક્ષીઓ ઉમરગામ તાલુકાના ફણસા કાલય વિસ્તારમાં તેમજ નારગોલના માલવણ બીચ ખાતે આવતા હોય છે. ડો. રાધાકૃષ્ણ નાયરના નેતૃત્વમાં ફોરેસ્ટ ક્રિઍટર્સ સંસ્થા દ્વારા કાલય તેમજ નારગોલ ગામના માલવણ બીચ ખાતે ભારત વન નિર્માણ થાય બાદ પક્ષીઓની સંખ્યામાં વધારો થયો છે. વિવિધ પ્રકારના પક્ષીઓમાં બગલા, બતકની સંખ્યા વધુ જોવા મળી રહી છે. માલવણ બીચ ખાતે બ્લેક ઍન્ડ વાઈટ કિંગફિશરની જોડી જે જૂન નિહાળવા મળે છે જે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે. અહીં ઓસ્ટ્રેલિયન વ્હાઇટ ઇબિસ (ક્યારેક લોકોમાં બિન ચિકન્સ કહેવાય છે) દેખાય છે, જેમાં સફેદ શરીર, કાળા માથા અને લાંબી, વળાંકવાળી કાળી ચાંચ છે, જે ઘાસવાળા વેટલેન્ડના છીછરા પાણીમાં વિહરે છે.