આહવા પોલીસનો મર્ડર અને પોકસોનો આરોપી ઝડપાયો
- byDamanganga Times
- 22 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૧ ઃ ડાંગ જિલ્લા પોલીસવડા પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીનાં માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ સ્ટેશનનાં પી.આઈ.આર. ઍસ.પટેલની ટીમે ઍક પ્રશંસનીય કામગીરી કરતા, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી વિરુદ્ધ લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરવા બદલ પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.આહવા પોલીસ મથકે તાજેતરમાં બી. ઍન. ઍસ. ૨૦૨૩ ની કલમ ૮૭, ૧૩૭(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી ગિરીશભાઈ સોનજીભાઈ બાગુલ (રહે. મોરઝીરા, તા. આહવા) ઍ ફરિયાદીની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. આ ઘટના બાદઆહવા પોલીસ હરકતમાં આવી હતી. આહવા પોલીસ મથકનાં પી.આઈ.આર.ઍસ.પટેલની ટીમે ટેકનિકલ ઍનાલીસીસ અને હ્નામન સોર્સિસનો ઉપયોગ કરી આરોપીનું લોકેશન મેળવ્યું હતુ.આહવા પોલીસની ટીમે નવસારી જિલ્લાના ખાટાઆંબા ગામેથી આરોપી ગિરીશ બાગુલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આહવા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો (કલમ ૩૦૨, ૧૧૪) તથા આહવા મહિલા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ અને પોક્સો ઍક્ટ (કલમ ૪, ૮) હેઠળનો ગુના માં અને આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના કેસમાં સંડોવાયેલ છે.હાલમાં આ આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
