જીલ્લામાં ભાજપના કૌભાંડને ખુલ્લા પાડવા કોîગ્રેસે રણનીતિ બનાવી
- byDamanganga Times
- 22 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપીમાં ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલની ઉપસ્થિતિમાં જિલ્લા યુથ કોîગ્રેસ કારોબારીની બેઠક મળી જેમાં મોટી સંખ્યામાં તાલુકા જિલ્લા અને મહાનગર પાલિકાના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતા અને અગામી દિવસોમાં આવનારી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા માટે તેમજ ભાજપના કોભાંડ ને મતદારો સુધી લઈ જવા નું આહવાન કરાયું.
આજે વાપીના નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ હોટલ રોયલ સેન્ટરમાં વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ કારોબારીની પ્રથમ બેઠક ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વલોણની આગેવાનીમાં યોજાઇ હતી. જેમાં વલસાડ જિલ્લા યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ સાદ બોગા અને તેમની ટીમ સાથે વાપી શહેર કોંગ્રેસના આગેવાન પીર મહંમદ મકરાણી ખંડુભાઇ પટેલ, માઈનોરીટી સેલ્ફ કોંગ્રેસના અગ્રણી ખલીલ ગોદાલ, વલસાડ જીલ્લા કોîગ્રેસના મહામંત્રી ફરહાન બોગા, કોંગ્રેસના પદ અધિકારીઓ અને યુવા કોંગ્રેસના નવા વરાયેલા હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. જોકે વાપી શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ વરૂણસિંહ ઠાકુર સ્ટેજ પર સ્થાન ન મળતા તેઓ દ્વારા કોંગ્રેસના હોદ્દેદારો અને નેતાગીરી પર ભારે કકળાટ કરતા જોવા મળ્યા હતાં.
