દાંતીના દરિયામાં બોટમાંથી રૂ. ૪.૩૮ લાખનો દારૂ ઝડપાયો
- byDamanganga Times
- 22 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૧ ઃ દાતી દરિયામાં શંકાસ્પદ બોટમાં ડુંગરી પોલીસે તપાસ કરતા રૂ. ૪.૩૮ લાખનો દારૂ અને રુ. ૧ લાખની બોટ મળી કુલ રૂ. ૫.૩૮ લાખ ના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જ્યારે કકવાડીના બે બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના દાંતી ગામે દરિયા કિનારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નાની દાંતી ગામના દરિયામાં ગઈકાલે રાત્રે ૧૦ઃ૧૫ કલાકે ડુંગરી પોલીસને દાદી દરિયામાં ઍક શંકાસ્પદ બોટ નજરે ચડતા તેની અંદર તપાસ કરતા દારૂની બોટલ અને ટીન બીયર મળી કુલ રૂ. ૪,૩૮,૦૯૬ રૂપિયા તેમજ બોટની કિંમત રૂ. ૧ લાખ રૂપિયા મળી રૂ. ૫,૩૮,૦૯૬ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જોકે રમેશભાઈ ઉર્ફે કેસી રવજી પટેલ અને આશિષ ઉર્ફે સ્વામી રમેશભાઈ પટેલ બંને રહે. કકવાડી વાણિયા ફળિયા તા.જી. વલસાડને વોન્ટેડ જાહેર કર્યા છે જે અંગે ડુંગરી પોલીસ મથકમાં પ્રોહિબિશન ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
