દાનહ બાર ઍસો.ની નવી સમિતી રચાઈ
- byDamanganga Times
- 22 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૧ ઃ સિલવાસામાં આવેલી દાદરા અને નગર હવેલી બાર ઍસોસિ યેશનની નવી કાર્યકારિણીની રચના ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવી હતી. નવી કાર્યકારિણી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી અથવા આગામી વાર્ષિક સામાન્યસભા પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યરત રહેશે. જિલ્લા અને સત્ર ન્યાયાલય, સિલવાસાના રૂમ નં. ૧૭ ખાતે બપોરે ૪ વાગ્યે યોજાયેલી બેઠકમાં બાર ઍસોસિયેશનના બહુમતી સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.
બેઠકમાં સર્વસંમતિથી નવી કાર્યકારિણીને મંજૂરી આપવામાં આવી. નવ નિયુક્ત કાર્યકારિણીમાં નિતિન મહ્નાવંશીને પ્રમુખ, મોક્ષિતકુમાર ડી. શાહને ઉપપ્રમુખ, પ્રીવણ જી. પટેલને સચિવ, શિવપ્રકાશ ડી. સિંહને સંયુક્ત સચિવ, શ્રીમતી સેજલ પ્રજાપતિને ખજાનચી તથાશ્રી નિતિન બી. ભુસારાને સંયુક્ત ખજાનચી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
બાર ઍસોસિયેશનના સભ્યોઍ આશા વ્યક્ત કરી છે કે નવી કાર્યકારિણી વકીલ સમુદાયના હિતોનું સંરક્ષણ કરશે અને ન્યાયિક પ્રણાલીને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
