વલસાડ કુસુમ વિદ્યાલયના મુખ્ય ગેટ આગળ ડ્રેનેજના પાણી બાબતે રાવ
- byDamanganga Times
- 22 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૧ ઃ તિથલ રોડ પર આવેલ નંદી ઍપાર્ટમેન્ટની ડ્રેનેજ ચેમ્બરમાંથી છેલ્લા લાંબા સમયથી ગંદુ પાણી ઉભરાઈ કુસુમ વિદ્યાલય આગળ ઍકઠું થતાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને રહીશોને સ્વસ્થ સામે ગંભીર પ્રશ્નો ઉભો થતા આજરોજ સમર્પણ ટ્રસ્ટ સંચાલિત દ્વારા વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી સમસ્યાની કાયમી હલ કરવાની માંગ કરી છે. વલસાડના તિથલ રોડ પર આવેલ સમર્પણ ટ્રસ્ટ સંચાલિત કુસુમ વિદ્યાલય દ્વારા આજરોજ વલસાડ નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, કલેકટર પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી કે વલસાડના તિથલ રોડ પર ઘણાં લાંબા સમયથી નંદિઍપાર્ટમેન્ટ વાળી ચેમ્બર માંથી જ ઉભરાય છે અને ગંદુ-દુર્ગંધ વાળું પાણી આખા રસ્તા પર વહી ગંદકી કરી સમર્પણ ટ્રસ્ટ સંચાલિત કુસુમ વિદ્યાલય શાળાના મુખ્ય દરવાજા આગળ જ ભેગું થાય છે. શાળાના બાળકો-વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો-કર્મચારીઓ અને રાહદારીઓને ખૂબ જ હેરાનગતિ થાય છે અને આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈજ ઉકેલ આવતો નહિ હોય જે ખુબ જ દુઃખદ અને શરમજનક બાબત છે. વિસ્તારના નગરજનો નગરપાલિકાને વર્ષોથી નિયમિત વેરાઓ ભરપાઈ કરે છે. નગરજનો નગરપાલિકા પાસે રસ્તા, દિવા-બત્તી, પાણી અને ડ્રેનેજ સહિત આરોગ્ય-સાફ સફાઈ બાબતની સુવિધાઓ મળે તેવી માંગણી કરી છે.
