Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુર પંથકમાં સગીરાને ભગાડી જનાર યુવક સામે ઍટ્રોસીટી - અપહરણની ફરિયાદ

ધરમપુર પંથકમાં સગીરાને ભગાડી જનાર યુવક સામે ઍટ્રોસીટી - અપહરણની ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૧ ઃ  ધરમપુર તાલુકાના ઍક ગામમાં રહેતી અને ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય હિન્દુ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ઍક વિધર્મી ભગાડી લઈ જવાની ઘટના બનતા ધરમપુરની હિન્દુ સગીરાને વિધર્મી યુવક ભગાડી લઈ જવાની વાત વિસ્તારમાં વાયુવેગે ફેલાતા  સ્થાનિક હિંદુ સંગઠનો અને ગ્રામજનોમાં દીકરીની સલામતીને લઈને ચિંતા અને આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ધરમપુર પોલીસ મથકમાં યુવક અપહરણ અને ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો  વધુ તપાસ હાથ ધરી છે.

ધરમપુર તાલુકાના ઍક ગામમાં રહેતી અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય સગીરા રહે છે. ગત તા ૧૯/૦૧/૨૦૨૬  ના રાત્રે પોતાનો ઘરે પરિવાર ઊંઘી જતા ૧૭ વર્ષીય સગીરા અચાનક ઘરમાંથી ક્યાંક ચાલી ગઈ હતી જ્યારે સવારે પરિવાર ઉઠ્યો ત્યારે પોતાની દીકરી નહીં દેખાતા આજુબાજુ સગા સંબંધીઓ  તેની બહેનપણીઓને પણ પૂછપરછ કરવામાં આવી પરંતુ સગીરાની કોઈ ભાળ મળી ન હતી. જે બાદ પરિવારને જાણવા મળ્યું કે ધરમપુરના નોબતી ફળિયામાં રહેતો  ઉષ્માન મહેમૂદ બખ્તિયાં નામનો યુવક તેમની દીકરી સાથે અવારનવાર વાતો કરતો હતો. 

જે શંકા આધારે પરિવારના સભ્યો ઉસ્માનના ઘરે જઈ તપાસ કરતા જણાવવા મળ્યું કે ઉસ્માન તેના બે દિવસથી ઘરથી ગાયબ હતો. તેથી ઉષ્માના જ તેની દીકરીને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી બગાડી લઈ ગયા હોવાની ખાતરી થતા મામલો પોલીસ મથકમાં ગયો હતો. હિન્દુ ૧૭ વર્ષીય સગીરાને યુવક ભગાડી લઈ ગયો હોવાની જાણ થતા સમગ્ર ધરમપુર શહેરમાં અગ્નિ ભરેલી જેવો સ્થિતિ જોવા મળી હતી. સગીરાના વાલી ઍ ધરમપુર પોલીસ પથકમાં આરોપી ઉસ્માન મહેમૂદ બખ્તિયાં વિરુદ્ધ અપહરણ અને ઍટ્રોસિટી ઍક્ટની ગંભીર કલમ  નોંધવામાં આવી હતી. જે કેસની તપાસ ડીવાયઍસપી (ઍટ્રોસિટી ) જે કે પટેલને સોંપવામાં આવતા છે. પોલીસની વિવિધ ટીમો સગીરા અને આરોપીને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી છે. હિન્દુ સગીરાને વિધર્મી યુવક ભગાડી લઈ જવાની વાત વિસ્તારમાં વાયુવેગે ફેલાતા  સ્થાનિક હિંદુ સંગઠનો અને ગ્રામજનોમાં દીકરીની સલામતીને લઈને ચિંતા અને આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.