Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

થ્રીડીમાં ઈઝ અોફ ડૂઈગ બિઝનેસ માટે નવી પહેલ

થ્રીડીમાં ઈઝ અોફ ડૂઈગ બિઝનેસ માટે નવી પહેલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૨૧ ઃ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રશાસને વેપાર અને ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ (ચ્ંઝ઼ગ્) અંતર્ગત વ્યાપક સુધારા અમલમાં મૂક્યા છે. આ સુધારા કેન્દ્ર સરકારના ફેઝ-૨ કમ્પ્લાયન્સ રિડક્શન અને ડિરેગ્યુલેશન કાર્યક્રમના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યા છે.

ઉદ્યોગ વિભાગના આદેશ મુજબ, કેબિનેટ સચિવના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય સ્તરે ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે. તેના અનુસંધાને ઝ઼ભ્ત્ત્વ્ દ્વારા નવ વિભાગોમાં કુલ ૨૩ પ્રાથમિક અને પાંચ વૈકલ્પિક પ્રાથમિક સુધારા ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે. આ સુધારાઓના અમલ માટે જમીન ઉપયોગ, પર્યાવરણ, બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન, યુટિલિટીઝ અને પરવાનગીઓ, પર્યટન, વીજળી, શિક્ષણ, આરોગ્ય અને ઓવરઆર્ચિંગ રેગ્યુલેટરી ક્ષેત્રોમાં વરિષ્ઠ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મુખ્ય સુધારાઓમાં જમીન ઉપયોગ બદલવાની ફરજ દૂર કરવી, બિલ્ડિંગ પરમિટ પ્રક્રિયાને સરળ બનાવવી, દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાઓ માટે લાઇસન્સ નિયમોમાં છૂટછાટ, પ્લ્પ્ચ્ માટે સ્વ-ઘોષણા આધારિત સુવિધા, વીજ જોડાણ પ્રક્રિયામાં ઝડપ, ખાનગી શિક્ષણ સંસ્થાઓ માટે નિયમોમાં સરળતા અને આરોગ્ય ક્ષેત્રે લાઇસન્સ પ્રક્રિયાને સરળ બનાવવાનું સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજ્યના કાયદા અને નિયમો માટે કેન્દ્રીકૃત ડિજિટલ રિપોઝિટરી, રાઇટ ટુ સર્વિસ હેઠળ ઓટો-અપીલ સિસ્ટમ અને ‘રાઇટ ટુ બિઝનેસ’ આધારિત ક્લિયરન્સ વ્યવસ્થા અમલમાં મૂકવાની યોજના પણ છે. નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સના ડિરેક્ટર જનરલ ડૉ. સુરેન્દ્રકુમાર બાગડે ૨૭ જાન્યુઆરીઍ યુનિયન ટેરિટરીની મુલાકાત લઈ સુધારાઓની પ્રગતિની સમીક્ષા કરશે. તમામ વિભાગોને ૨૨ જાન્યુઆરી સુધી કાર્યયોજના રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.