વસંત પંચમીઍ સાયલીમાં નવા વિદ્યાસંકુલનું ઉદ્દઘાટન
- byDamanganga Times
- 22 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૨૧ ઃ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ વસંત પંચમી ના શુભ દિવસે સિલ્વાસામાં લાયન્સ ક્લબ ઓફ સિલ્વાસા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવા કેમ્પસ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ વિદ્યા સંકુલનું સાયલી રોડ ખાતે ઉદ્ઘાટન તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૬ને વસંત પંચમીના રોજ કરવામાં આવશે. સવારે ૯ કલાકે ગાયત્રી યજ્ઞ સાથે કાર્યક્રમની શરૂઆત થશે અને ૧૨ઃ૩૯ કલાકે કેમ્પસનું ઉદ્દઘાટન કરવામાં આવશે.
