Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

જીલ્લાની પૂર્વપટ્ટીના બે મહત્વના ધોરી માર્ગોના સત્વરે સમારકામની મંજુરી

જીલ્લાની પૂર્વપટ્ટીના બે મહત્વના ધોરી માર્ગોના સત્વરે સમારકામની મંજુરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૧ ઃ થોડા સમય પહેલાં ચોમાસા સમયે જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે અોથોરીટી હેઠળના હાઈવે તથા આંતરિક રસ્તાઅોનું ભારે ધોવાણ થતાં જીલ્લાની પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી હતી. આવા બિસ્માર બની ગયેલા રસ્તાઅોમાં ઍકતાનગરથી શરુ થઈ ઉનાઈ, વાંસદા, ધરમપુર થઈ કપરાડાના નેશનલ હાઈવે નં. ૫૬ તથા પારડીથી નાનાપોîઢા, કપરાડાના ને.હા. નં. ૮૪૮નો પણ સમાવેશ થતો હતો. આ પૈકી કુંભઘાટવાળા રસ્તા પર તો અનેક અકસ્માતો પણ સર્જાયા હતાં. જેને કારણે આ રસ્તાઅોનું તાબડતોબ સમારકામ હાથ ધરવાની જરુર ઉભી થઈ હતી. આ બાબતે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વગેરેઍ છેક કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરી સહિત જવાબદાર તંત્ર સાથે સતત વાટાઘાટો કરી ઍના સમારકામ માટેની મંજુરી મેળવી હોવાની વિગત પ્રા થઈ છે. જેનાથી આ રસ્તાઅો હવે વાહન વ્યવહાર માટે વધારે સુવિધાજનક બનશે. આધારભૂત સુત્રોમાંથી પ્રા માહિતી પ્રમાણે આ કામગીરી હાથ ધરવાની તૈયારી પણ થઈ ચૂકી છે. અને ઍક-બે દિવસમાં કામ શરુ થઈ જશે.છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઇવે નંબર ૫૬ પર કપરાડાથી ધરમપુર અને ધરમપુરથી વાંસદા સુધીનો માર્ગ અત્યંત જર્જરિત હાલતમાં હતો. મોટા ખાડાઓ અને ઉખડી ગયેલા ડામરને કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો, ખેડૂતો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ગંભીરતાથી લઈ સ્થાનિક જનપ્રતિનિધિઓઍ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. 

ફણ્-૫૬ૅં વાંસદાથી ધરમપુર અને ધરમપુરથી કપરાડાને જોડતા તમામ પેચવર્ક અને રિપેરિંગ કામ ત્વરિત શરૂ કરવામાં આવશે. ઉપરાંત આ હાઈવે માટે અગાઉ વિપક્ષના હોબાળા અને વિરોધને પગલે જે ફોરલેન મંજુર થયેલો હતો તે પણ પડતો મુકવો પડયો હતો. પણ હવે ઍ જ ૭ મીટરના હયાત માર્ગને ૧૦ મીટર સુધી પહોળો કરી ઍને સિંગલની જગ્યાઍ થ્રીલેયરથી વધુ ટકાઉ બનાવાશે. અને માર્ગ પર જયા નબળા કે જર્જરીત બની ગયેલા પુલો છે ઍને પણ ફરીથી બનાવવામાં આવશે આ માટે લગભગ ૫૦૦ કરોડની જાગવાઈની પણ મંજુરી મેળવાઈ હોવાનું જાણવા મળે છે. ફણ્-૮૪૮ૅં આ હાઈવેના રિપેરિંગ કામની સાથે-સાથે તેના નવીનીકરણનું કામ પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.