Vishesh News »

રામનવમી ઍ આ નવ દિવસની કથાને વિરામ આપીશું ઃ પૂ. મોરારી બાપુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૬ ઃ ધરમપુર તાલુકાના ખાંડાગામે ચાલી રહેલ પૂ. મોરારીબાપુની ૯૩૪મી રામકથાના આઠમા દિવસે પૂ. બાપુની અમૃત વાણીમાં ચૈત્ર નવરાત્રીના આજે કથા નો આઠમો દિવસ ભગવતી દુર્ગાના ઉપાસનાના દિવસો ઍમાં આજે અષ્ટમી આજના દિવસની કથાનો પ્રારંભ કરીઍ તે પહેલા ભગવતી માવલી તેમજ આ ક્ષેત્રના તમામ સનાતન ધર્મ વૈદિક પરંપરાના દેવસ્થાનો કે પવિત્ર સ્થાનોને પ્રણામ કરું, આપ સૌ મારા શ્રોતાભાઈ બહેનોનો કથામાં આપણો ઉત્સાહ વધારવા આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત આપના સૌ પૂ. ચરણોમાં પ્રણામ. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ નિમિત માત્ર મનોરથી પરિવાર અને સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ જય સીયારામ. પૂ. મોરારીબાપુ ઍ આજે કથાના પ્રારંભમાં શરૂઆત કરતા મેં ઍક દિવસ આપણે ૬૦ સવંતનું લિસ્ટ આપણને આપ્યું, આપણે બધાથી પરિચિત નથી પણ ભગવાન રામ, શ્રીકૃષ્ણનું, ભગવાન બુદ્ધનું, મહાવીરનું પણ વિક્રમ સંવત્સર છે આપણે આ દિવસોમાં સંવત્સર ઉજવી રહ્ના છે. બાકીના બધા સવંત્સરો બહુ દૂર છે કોઈ લાખો વર્ષો પહેલા કોઈ હજારો વર્ષો પહેલા, કોઈ ૨૫ સો વર્ષ પહેલા, કોઈ ૨૦૦૦ વર્ષ પહેલાં તો કોઈ ૧૨૦૦/૧૩૦૦ વર્ષ પહેલા પરંતુ સૌથી નજીક સવંત્સર જે આપણી પાસે હોય તો સરળ સહજ સર્વ પ્રિય સર્વ પ્રાપ્ય ઍવો સવંત્સર માણસ છે. કારણ કે બધા જ ઍને સમજી શકે છે તો બહુ નજીકના સવંત્સરના જે દિવસ છે. પ્રારંભ થયો હતો ૧૬૩૧મી રામ નવમી ઍ ઍને હવે ૨૪ કલાક બાકી છે કાલે રામનવમી ઍ આ નવ દિવસની કથાને ૧૨ઃ૦૦ વાગે આપણે વિરામ આપીશું અહીં તો આપણે આરતી ઉતારીશું જ પરંતું ઘર ઘરમાં ઝૂંપડી ઝૂંપડીઍ કસબે કસબે પ્રાંત હિન્દુસ્તાનના ઘરો ઘરોમાં ઘટઘટ અને દુનિયામાં રામ નવમીનો સવંતસર ઉજવવો જોઈઍ અહીંયા આપણે બધા આરતી કરી ઉજવવાના પણ આખું રાષ્ટ્ર અને આપનો રાષ્ટ્ર ઍટલે કેવલ ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પડ્ઢિમ, કન્યાકુમારીથી કાશ્મીર અને ઍમાં ઍ તો ઍ માનચિત્ર થયા ઍના પહેલા આપણો નકશો કેવો હતો. ઍના પહેલા આપણા ભારતનો માણસ ચિત્ર કેવું હતું. અનેક ખંડો ભારતમાં સમાયા છે. પણ આખું વિશ્વ આપણું રાષ્ટ્ર રહ્નાં છે. મારો દેશ કયો ? ત્રણે ભુવન ઍ જ મારો દેશ ત્રણેય દેશમાં રહેનારા તમામ જીવો મારાભાઈ બહેન છે. આવતીકાલે અયોધ્યામાં રામનવમીમાં વિજ્ઞાનના સહકારથી ધાર્મિક પ્રક્રિયા દ્વારા રામલલાના કપાળમાં સૂર્યનું સીધું કિરણ તિલક કરવાનું છે આ અવસરને આપણે બધા સાક્ષી થવાના છે. ઍવા સમયે આવો આપનું રાષ્ટ્ર ઍ વિશ્વને ઍક સંદેશ આપે છે. સ્વીકારે તો આદેશ પણ આપે છે અને ચરણોમાં બેસે તો ઉપદેશ પણ આપે છે. આ ત્રણેય કામ ભારતમાં થઈ રહ્ના છે. અંગ્રેજો આવ્યા હતાં. ત્યારે નામકરણ અંગ્રેજીમાં થયું હતું. પણ ફરીવાર ભારત ઍ ભારત બની વિકસી રહ્નાં છે.