Vishesh News »

પારડી સ્ટેશને મેગા બ્લોક કરી ઍફઅોબીનું ગડર બેસાડાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૬ ઃ પારડી રેલવે સ્ટેશન પર ફલાય ઓવરબ્રિજનું કામ ચાલી રહ્નાં છે, આજરોજ રેલવે પાસેથી મેગા બ્લોક લઈ રેલવે લાઈનના ઉપરથી ગડર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇ આજે રેલવે તંત્ર દ્વારા ટ્રેન વ્યવહાર ૩ કલાક માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું. પારડી રેલવે બ્રિજ ઉપર મુંબઈથી ગડર લઇ મેગા બ્લોક સ્વીપ કરવામાં આવ્યું હતું. જેને લઇ ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. આ ગડર બેસાડવાની કામગીરી આધુનિક મશીનો વડે કરતા રેલવેના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. આ ગડરનું અંદાજે ડિસ્ટન્સ ૬૦ મીટર છે અને આ બ્રિજ ઉપર ૬૨ મીટરનું ગડર બેસાડવામાં આવ્યું છે. જેથી બંને સાઈડ ઍક-ઍક મીટર ઍક્સ્ટ્રા રહી શકે છે ડી ઍફ સીસીઍલની કામગીરી ગડર બેસાડવાની પૂરી થઈ છે.