Vishesh News »

નંદાવલા હાઈવે પર ટ્રકમાં કાર ભટકાઈ ઃ પોલીસ જવાનોઍ માનવતા મહેકાવી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૬ ઃ વલસાડના દિવેદગામે રહેતા અને સુરત કામરેજ આર ઍન્ડ બી ના આસિસ્ટન્ટ ઍન્જિનિયરની કાર ગઈકાલે રાત્રે ગાંધીનગર કારમાં જતી વખતે વલસાડના નંદાવલા હાઇવે પર આગળ ચાલતી ટ્રકમાં ઘૂસી જતા પાછળ આવતી અમદાવાદ ઝોન ચાર ઍલસીબીની ટીમ આરોપીઓ લઈ જતી વખતે અકસ્માતની ઘટના જોતા અટકી જઈ કારમાં ફસાયેલા ઈજનેરને બહાર કાઢી ૧૦૮માં વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો. ઇજાગ્રસ્ત ઇજનેરની કારમાંથી લેપટોપ, સોનાની ચેન, મોબાઈલ, રોકડ સહિતનો કિંમતી સામાન આપી માનવતા આવી હતી. વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૪૮ પર રોજે રોજ અકસ્માતો થતા રહે છે. વલસાડના નંદાવલા હાઈવે પર સતત બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે. જેમાં વલસાડ તાલુકાના દિવેદગામે રહેતા અને સુરત કામરેજ માં આર ઍન્ડ બીમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા દિવ્યેશભાઈ પટેલ ઉ.વ. ૩૬ પોતાની હોન્ડા સિટી કાર નંબર જીજે-૨૧-સીડી-૪૦૫૧ને લઈ કામ અર્થે ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા. વલસાડના નંદાવલા નેશનલ હાઈવે ઉપર જતી વખતે આગળ ચાલતી ચોકડી પાછળ ધડાકાભેર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર ટ્રકની પાછળ ધૂસી જતા કાર ચાલક દિવ્યેશ પટેલને માથામાં તથા શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોંચી હતી. તે દરમિયાન પાછળથી આવી રહેલી અમદાવાદ ઝોન ૪ના ઍલસીબીના પોલીસ કર્મચારીઓ આરોપીઓ લઈ જઈ રહ્ના હતા. જોકે અકસ્માતની ઘટના જોતા તેઓ અટકી પડી ઇજાગ્રસ્ત દિવ્યેશ પટેલની મદદ માટે દોડી ગયા હતા. ઘટનાની જાણ કરતાં ૧૦૮ ઍમ્બ્યુલન્સના પાયલોટ બીપીન પટેલ અને ઇઍમટી માનસી પટેલ અકસ્માતની ઘટનામાં ફસાયેલા કારકને બહાર કાઢવાનો પ્રયત્ન કરતા કારચાલકનો પગ બોનેટના ભાગે ફસાઈ જતા અમદાવાદ પોલીસ કર્મચારીઓ કારની અંદર જઈ ૧૦૮ ની મદદથી બહાર કાઢી તેને ૧૦૮ માં પ્રથમ વલસાડની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત દિવ્યેશ પટેલની કારમાંથી રોકડા, લેપટોપ, મોબાઈલ, સોનાની ચેન તથા કીમતી ડોક્યુમેન્ટસ અને ચીજ વસ્તુઓ મળી આવતા અમદાવાદના ઍલસીબી જવાનોઍ ૧૦૮ ઍમ્બ્યુલન્સના કર્મચારી અને જાગૃત નાગરિકને ખાતરી આપ્યા બાદ અમદાવાદ રવાના થયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસની ટીમ દોડી જઈ ક્રેનની મદદથી અકસ્માત થયેલ કારને સાઈડ પર કરાવી ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.