Vishesh News »

સાપુતારા ચેકપોસ્ટ પર સતત બીજીવાર ઍરગન ઝડપાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૧૬ ઃ ગુજરાત રાજયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલમાં હોય જેથી ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા, નાયબ પોલીસ અધિક્ષક ઍસ.જી. પાટીલનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ સાપુતારા ચેકપોસ્ટ ઉપર સાપુતારા પી.ઍસ.આઈ. ઍન. ઝેડ.ભોયા તથા અ.પો.કો.સુનિલસિંહ રતનબહાદુર બ.નં.૧૬૧ તથા પો.કો. જીગ્નેશભાઇ ઇશ્વરભાઇ બ.નં.૧૯૪ તેમજ હોમગાર્ડ તથા જી.આર.ડી. જવાનો દ્વારા સઘન વાહન ચેકીંગ તથા ઇલેક્શન લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન તા.૧૬/૦૪/૨૦૨૪નાં સાંજનાં અરસામાં વાહન ચેકીંગ દરમ્યાન મહારાષ્ટ્ર રાજ્ય તરફથી ગુજરાત રાજ્ય તરફ ઍક ફોરવ્હીલ ટાટા નેક્ષન ગાડી સાપુતારા ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી હોય જે ગાડી ઉભી રાખી ચેક કરતા જે ગાડીમાં સવાર બે ઇસમો નામે (૧)સંદીપ રામનાથ સાનપ ઉ.વ.૩૫ ધંધો.વેપાર રહે. સોનેવાડી પોસ્ટ ઉગાવ તા.નિફાડ જિ.નાશીક (મહારાષ્ટ્ર) (૨)સુભમ રાજેન્દ્ર ઢેપલે ઉ.વ.૨૪ ધંધો.વેપાર રહે.બોરગાવ પોસ્ટ નિફાડ હનુમાન મંદીર નજીક તા.નિફાડ જિ.નાશીક (મહારાષ્ટ્ર) વાળાનાઓ પાસે ગાડીમાં ક્લિનર સીટની નિચે કવર સાથે ણ્ખ્ષ્ધ્ લ્ચ્ય્ત્ચ્લ્ પ્ચ્ઝ઼ ગ્ળ્ ફચ્ષ્ વ્ત્ઞ્ચ્ય્ ની ઍરગન તથા વાંસનો ઍક દંડો મળી આવેલ હોય જે ઇસમો પાસે આ ઍરગન/વાસનો દંડો રાખવા બાબતે કોઇ લાઇસન્સ કે પરવાનગી ન હોય અને હાલમાં જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરની કચેરી ડાંગ-આહવા નાઓ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી અનુસંધાને શસ્ત્રો,ભાલા, તલવાર બંદુક, છરા-ચપ્પુ,લાકડી અથવા શારિરીક (અનુ. પા.નં. ૭ પર) પા.નં. ૮ નું ચાલુ... સાપુતારા ચેકપોસ્ટ.... ઇજા પહોંચાડી શકાય તેવુ કોઇપણ યંત્ર, શસ્ત્ર કે સાધન સાથે લઇ નહિ જવુ જે બાબતે ક્રમાંકૅંફજદ/જાહેરનામુ/વશી/-૧૩૬૮-૧૦૯૬/૨૦૨૪ થી તા.૧૬/૦૪/૨૦૨૪ થી ૩૦/૦૪/૨૦૨૪ સુધી જાહેરનામુ અમલમાં હોય જેથી ઉપરોક્ત બન્ને ઇસમો વિરુધ્ધ સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ ઍક્ટ ક.૧૩૫ મુજબ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી બન્ને ઇસમોની અટકાયત કરી ઍરગન/વાંસનો દંડો તેમજ વ્ખ્વ્ખ્ ફચ્હ્બ્ફ ગાડી મળી કુલ કિ.રૂ.૫,૦૨૫,૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી પી.ઍસ.આઈ ઍન.ઝેડ.ભોયાઍ હાથ ધરી છે.ડાંગ જિલ્લાનાં સાપુતારા ચેકપોસ્ટ પર સાપુતારા પોલીસની ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવતા ગેરકાયદેસર -વૃત્તિઓ પર રોક લગાવવા સફળતા મળી છે.લોકસભાની ચૂંટણીને લઈને સાપુતારા પોલીસની ટીમ દ્વારા સરહદીય ચેકપોસ્ટને સીલ કરી સઘન પેટ્રોલિંગ હાથ ધરતા અહી દારૂના જથ્થા સહિત બીજી વખત ઍરગન પકડી પાડવા સફળતા મળી છે.