Vishesh News »

ડુંગરીથી ૧૪ વર્ષ અગાઉ બોગસ રોયલ્ટી પાસ સાથે ઝડપાયેલા ૩ ને કેદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૬ ઃ ૧૪ વર્ષ અગાઉ ગણદેવીની અંબિકા નદી માંથી રેતી ભરી લઈ જતા વલસાડ ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડતા તપાસમાં ડુપ્લીકેટ રોયલ્ટી પ્રકરણમાં ઝડપાયેલા બીલીમોરાના બે રેતી માફિયાઓને વલસાડની ચીફ ઍડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઍ ઍકને સાત વર્ષથી કેદ અન્ય બે ઈસમોને ૩-૩વર્ષની સજા તેમજ ૬૦-૬૦ હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપતા વલસાડ, નવસારીમાં ખનીજની ચોરી કરનારા ખનીજ માફિયાઓમાં ફફડાટ કરાઈ ગયો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં રેતી કાઢવા ઉપર પ્રતિબંધ હોવાથી તેમ છતાં વલસાડ અને નવસારી જિલ્લામાં આવેલી નદીઓ દરિયામાંથી મોટા પ્રમાણમાં રેતી રોયલ્ટી વગર કે પાસ પરમિટ વગર ઓવરલોડ ભરી મહારાષ્ટ્ર લઈ જતા હોવાની ફરિયાદો ઉઠી હતી. વલસાડ તેમજ નવસારી જિલ્લાના હાઇવે ઉપર ગેરકાયદેસર રીતે રેતીના પ્લાન્ટો નાખી મોટાપાયે રેતી મહારાષ્ટ્રમાં લઈ જતા હોય છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મિલીભગતના કારણે ગેરકાયદેસર રીતે રેતી મહારાષ્ટ્ર રાજ્યમાં લઈ જવાતી હોવાની ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચી હતી. જે ફરિયાદ આધારે ખાણ ખનીજ વિભાગ અમદાવાદની ફલાઈંગ સ્ક્વોડની ટીમે તા. ૧૮/ ૬/૨૦૧૦ ના રોજ બપોરે ૨ ઃ૨૦ કલાકે વલસાડ નજીકના ડુંગરી હાઇવે પર ચેકિંગ દરમિયાન ઍક ટ્રક નંબર જીજે-૩-યુ-૬૦૭૫ ને અટકાવે તેની અંદર ૧૦ મેટ્રિક ટનનો જથ્થો લઈ જતી વખતે અમદાવાદની ફલાઈંગ સ્ક્વોડ દ્રારા રોયલ્ટી પાસબુકમાં નંબર કે પાવતી નંબરનો ઉલ્લેખ ન હતો જેથી શંકા જતા તપાસ કરતા આરોપી મનોજભાઈ રહે. મેંધર તા. ગણદેવીની ૦.૭૦.૦૦ ટ્રેક્ટર વિસ્તારની સાદી રેતી ખનીજની રોયલ્ટી પાસ ડુપ્લીકેટ મળી આવ્યો તેમજ કબજે લેવાયેલા ટ્રકના માલિક આરોપી મહેન્દ્રભાઈ સાથે મળી રેતીની ચોરી કરી ગેરકાયદેસર રીતે લઈ જઈ છેતરપિંડી કરી રોયલ્ટીપાસ ખોટો હોવા તેમ છતાં ખરા તરીકે ઉપયોગ કરી સાદી રેતીની ચોરી કરવાના મામલે ડુંગરી પોલીસ મથકમાં વલસાડના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ઉમેશકુમાર રામલખનસીંગઍ આરોપી જીતુભાઈ મારુતિ હિંગળે અને મહેન્દ્ર મંગુ ઓડ અને મનોજ મંગા ઓડ તમામ રહે. ઓડનગર, બીલીમોરા, (અનુ. પા.નં. ૭ પર) પા.નં. ૮ નું ચાલુ... ડુંગરીથી ૧૪ વર્ષ .... તા.ગણદેવી,જી.નવસારી. મુળ રહે. મહારાષ્ટ્ર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસની વલસાડની ઍડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ માં સુનાવણી હાથ ધરાતાં બંન્ને પક્ષે દલીલો સાંભળ્યા બાદ ઍપીપી વિજયકુમાર આર. સોલંકી ની દલીલો ને ગ્રાહ્ના રાખી ઍડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિનયકુમાર દશરથલાલ મોઢ ઍ આરોપી જીતુભાઈ મારૂતિ હિંગળે, આરોપી મનોજભાઈ મંગાભાઈ ઓડને સાત વર્ષથી સખત કેદ અને રૂપિયા ૨૦ ,૦૦૦ રૂપિયાનો દંડ દંડ નહિ ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા જ્યારે આરોપી જીતુ મારુતિ હિગળે અને મનોજ ભાઈ મંગાભાઈ ઓડને અન્ય બે ગુનામાં ૩-૩ વર્ષની સજા અને રૂ.૨૦-૨૦ હજાર નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. ત્રણ આરોપી પૈકી બે આરોપીઓને ૭ વર્ષની કેદ અને ૬૦ ૬૦ હજારનો દંડ ફટકાર્યો છે. આરોપી ટ્રક માલિક મહેન્દ્ર ઓડ ને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.