Vishesh News »

દમણમાં લાલુ પટેલે ફોર્મ ભરી કહ્નાં, ફરી કમળ ખીલશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૧૫ ઃ મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભાજપના કાર્યકરો અને સમર્થકો ઍકત્ર થયા હતા અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રભારી પુનેશ મોદી, દુષ્યંત પટેલ, ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ, ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉપસ્થિત સમર્થકોને સંબોધ્યા હતા. આ રેલી ફૂટબોલ ગ્રાઉન્ડથી શરૂ થઈ મુખ્ય બજારમાં ભીતવાડી ખાતે સમા થઈ હતી. માર્ગમાં દરેક જગ્યાઍ લાલુભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલીમાં કલાકારો દ્વારા વારલી નૃત્ય અને સંગીતનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેની સાથે કાર્યકરો પણ નાચવા લાગ્યા હતા. કલેક્ટર કચેરીથી ૧૦૦ મીટરના અંતરેથી પાંચ લોકોને અટકાવીને ઓફિસમાં પ્રવેશવા દેવાયા હતા. લાલુભાઈ પટેલે બપોરે ૧૨.૩૯ કલાકે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સૌરભ મિશ્રા સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, બી. ઍમ. માછી, ભાવિક હળપતિ, મહેશ આગરીયા ઉપસ્થિત રહ્ના હતા. ઉમેદવારી પત્રો સબમિટ કર્યા બાદ લાલુભાઈ પટેલે જણાવ્યું કે તેમણે સોમવારે શુભ સમયે ફોર્મ જમા કરાવ્યું છે. રેલીમાં ભારે ભીડ જોવા મળી હતી અને લોકોનું સમર્થન મળી રહ્નાં છે. દમણમાં ઝુંબેશ પૂર્ણ કર્યા બાદ દીવમાં પ્રચારની શરૂઆત કરવામાં આવશે. દમણ-દીવમાં ફરી ઍકવાર કમળ ખીલશે. દાનહ અને દમણ દીવ ભાજપના પ્રભારી પુનેશ મોદીઍ જણાવ્યું હતું કે રેલીમાં દમણના દરેક બૂથના કાર્યકરો, જિલ્લાના કાર્યકરો અને રાજ્યના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્ના હતા. ૧૦ વર્ષથી સુશાસન, રાષ્ટ્રવાદ અને વિકાસના મુદ્દાઓ માટે લડાઈ. દમણ દીવમાં ૧૪ હજાર કરોડના વિકાસ કામો થયા છે. અનેક કામોનું લોકાર્પણ થયું છે, અનેકનું ભૂમિપૂજન થયું છે અને અનેક કામો પાઈપલાઈનમાં ચાલી રહ્ના છે. વિકાસની રાજનીતિ, વિચારધારા, કાર્ય, રાષ્ટ્રનો વિકાસ અને ભારતને વિશ્વ લીડર બનાવવા. દમણ દીવમાંથી ભાજપ અને લાલુભાઈ પટેલ જંગી બહુમતીથી જીતશે.