Vishesh News »

વલસાડમાં ૫ લાખથી વધુની લીડ સાથે જીતવાના દાવા સાથે ભાજપના ધવલ પટેલે રેલી કાઢી ઉમેદવારી કરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૫ ઃ વલસાડ ડાંગ લોકસભાના ભાજપી ઉમેદવારે આજરોજ વલસાડના સીબી હાઈસ્કૂલ મેદાનમાંથી મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓઍ રેલી સાથે વાજતે ગાજતે નાણામંત્રી, જિલ્લા પ્રભારી મંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ, કલસ્ટર પ્રભારીની ઉપસ્થિતિમાં ભાજપના ધવલ પટેલે ઉમેદવારી પત્ર વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીને આપવામાં આવ્યું હતું. જોકે ડમી ઉમેદવાર તરીકે પાર્ટીના ઉષાબેન પટેલે ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાત સરકારના નાણાં, ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ,વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલના વિજય શંખનાદ નેજા હેઠળ વલસાડ સી.બી. હાઈસ્કૂલના મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ભાજપની સભા બાદ વિશાળ સંખ્યમાં સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે રેલી આકારે વલસાડ કલેકટર કચેરીઍ જિલ્લા ચૂંટણી અધિકારી ને ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પોતાનો ઉમેદવારી પત્ર આપી ઉમેદવારી નોંધાવી હતી. જોકે ડમી ઉમેદવાર તરીકે ભાજપમાંથી ઉષાબેન પટેલે ઉમેદવારી નોંધાવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવનારી લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં ૪૦૦ પારના લક્ષ્યાંક પૂરું કરશે, ભારતીય જનતા પાર્ટીના વલસાડ-ડાંગના ઉમેદવાર ધવલભાઈ પટેલને ૫ લાખની વધુથી લીડથી જીતાડવા માટે આવાહન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભાજપ ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલે ઉપસ્થિત સમર્થકો, કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપી સંબોધન કર્યું હતું. વલસાડ-ડાંગ બેઠકના ભાજપી ઉમેદવાર ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકસભા ૨૦૨૪ ની ચૂંટણી ૪૦૦ પાર બેઠકો જિતશે અને વલસાડ લોકસભા બેઠક ૫ લાખની કરતાં વધુની લીડથી જીતવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરી ઉપસ્થિત સમર્થકો, કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત જિલ્લા ભાજપ સંગઠન વલસાડ શહેર સંગઠન, તાલુકા ભાજપ સંગઠન ના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા.