Vishesh News »

ધવલ પટેલની રેલીમાં ઍમ્બ્યુલન્સ ફસાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૫ ઃ લોકસભાની વલસાડ ડાંગ બેઠકના ભાજપી ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરવા માટે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નીકળેલી યાત્રામાં ટ્રાફિક ગામના કારણે ધરમપુર, અબ્રામા રોડ પર ટ્રાફિક જામમાં ઍમ્બ્યુલન્સ ફસાયેલી જોવા મળી હતી. જોકે આ ટ્રાફિકજામ ઍક કિલોમીટર સુધીનો જોવા મળ્યો હતો. આગામી સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજનાર છે જેના સંદર્ભે વલસાડ-ડાંગ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ ઉમેદવારી કરી રહ્ના છે. આજરોજ ધવલ પટેલ પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે જનાર હોય જેના સમર્થનમાં ભાજપ દ્વારા ઍક રેલી વલસાડના ધરમપુર રોડથી નીકળતા ટ્રાફિકજામ સર્જાયો હતો આ ટ્રાફિકજામમાં ઍક ઍમ્બ્યુલન્સ પણ ફસાયેલી જોવા મળી હતી. જોકે આ ટ્રાફિક જમવા ભાજપના રેલીમાં જોડાયેલી કેટલીક કારો સહિત અન્ય કારો પણ લાંબી કટારો લાગી ગઈ હતી જો કે આ ટ્રાફિક જામ ઍક કિલોમીટર જેટલો જોવા મળ્યો હતો.