Vishesh News »

વાપીમાં રામભકિતનું દર્શન ઃ ટાઉન સ્વયંભુ બંધ રહ્નાં

વાપી, તા. ૨૨ ઃ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળે ફરીથી ૪૯૬ વર્ષ બાદ ભગવાન રામનું ભવ્ય મંદિર મંદિર નિર્માણ પામ્યું છે અને ત્યાં આજે મંદિરમાં પ્રભુ શ્રીરામ લલ્લાનીની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વાપી શહેરમાં આવેલ તમામ દુકાનદારોઍ ઍક સાથે બંધ પાડી બજાર બંધ રહ્નાં હતું અને દિવાળી જેવા માહોલની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે વાપીના મુખ્ય બજારમાં આવેલ શાકભાજી માર્કેટ તેમજ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ હોલસેલ શાકભાજીના માર્કેટ અનાજ કિરાણાના માર્કેટ તથા અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારોઍ પણ પોતાની દુકાન બંધ રાખી પ્રભુ શ્રીરામ ફરીથી અયોધ્યામાં નવા બનેલા મંદિરમાં બિરાજમાન થઈ રહ્ના છે તેને લઈ ઉત્સવ આનંદની ઉજવણી કરવામાં આવી હતી.