Vishesh News »

ડુંગરીમાં તા.પં.ના અપક્ષ સહિત ત્રણ સમાજના ૬૦૦થી વધુઍ કેસરિયો ધારણ કર્યો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૫ ઃ વલસાડના કાંઠા વિસ્તાર ઍવા ડુંગરીમાં ભાજપનું સંમેલનમાં વલસાડ તાલુકા પંચાયત અપક્ષ સભ્ય સાથે માછીમાર સમાજ, કોળી પટેલ સમાજ અને મુસ્લિમ સમાજ મળી કુલ ૬૦૦ થી વધુ લોકોઍ ભાજપનો ખેસ પહેરતા કાંઠા વિસ્તારના ૧૩ ગામોમાં ચૂંટણી ચિત્ર બદલાવાની ચર્ચા ઉઠી છે. આગામી લોકસભાની ૭ મે ના રોજ ચૂંટણી યોજાનાર છે. લોકસભાને વલસાડ-ડાંગ બેઠક પર ભાજપનો ઉમેદવાર ધવલ પટેલ ઉમેદવારી કરી રહ્ના છે. ત્યારે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ડુંગરીગામે ભાજપના કાર્યકર્તાઓનો સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં વલસાડ તાલુકા વિસ્તારમાં આવેલ જાતિ કકવાડી તાલુકા પંચાયતની સીટ પરથી સભ્ય તરીકે સંદીપભાઈ લક્ષ્મણભાઈ ટંડેલ ચૂંટાઈ આવ્યા હતા. કાંઠા વિસ્તારમાં ભાજપનો ગઢ હોવા તેમ છતાં અપક્ષ સંદીપ ટંડેલ ચૂંટાયા આવ્યા. જેથી વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેઓને છેલ્લા કેટલાક વખતથી ભાજપમાં જોડાવા માટે મનાવી રહ્ના હતા. જોકે ૧૯૮૦થી માજી સ્વ. ધારાસભ્ય દોલતભાઈ દેસાઈની સાથે રહેનારા આગેવાન લોકોની અવગણના થતી હતી. વલસાડ તાલુકા પંચાયતની દાંતી- કકવાડી બેઠક પરથી ચૂંટાયેલા અપક્ષ સભ્ય સંદીપ ટંડેલના મતવિસ્તાર ઍવા ત્રણ ગામોના ટંડેલ સમાજ, કોળી પટેલ સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનોઍ ચર્ચા કર્યા બાદ સંદીપ ટંડેલે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. ડુંગરીમાં યોજાયેલા ભાજપના સંમેલનમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત ભાઈ કંસારા, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ કિશોરભાઈ પટેલ, લોકસભાના ઉમેદવાર ધવલ પટેલની તેમજ અન્ય ભાજપના હોદ્દેદારો સરપંચોની ઉપસ્થિતિમાં વલસાડ તાલુકા પંચાયત અપક્ષ સભ્ય સંદીપભાઈ ટંડેલ તથા કોળી પટેલ સમાજના ૨૦૦ ટંડેલ સમાજના ૩૦૦ અને મુસ્લિમ સમાજના ૧૦૦થી વધુ લોકો મળી કુલ ૬૦૦થી વધુ લોકો ભાજપમાં જોડાતા કાંઠા વિસ્તારના ૧૩ ગામોમા આનંદની લાગણી ફેલાઈ હતી.