Vishesh News »

આજે સેલવાસમાં ભાજપના કલાબેન ડેલકર ઉમેદવારી કરશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૧૫ ઃ દાનહ લોકસભા બેઠક માટે ગઈ કાલે પ્રથમ ફોર્મ ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવારે ભર્યું હતું. ત્યારે આજે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર આજે સવારે ૧૦ વાગ્યે સેલવાસ અટલ ભવનથી ચૂંટણી અધિકારીની કચેરીઍ નામાંકન દાખલ કરવા માટે જશે. દાનહની બેઠક પરથી છેલ્લે યોજાયેલ ઉપચૂંટણીમાં કલાબેન ડેલકર શિવસેનાના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. હાલની લોકસભાની ચૂંટણી માટે ભાજપે તેમને ટિકિટ આપી છે. ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે આજે તેઓ પોતાનું નામાંકન ભરવા માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો સાથે જશે.