Vishesh News »

વહેલી સવારમાં ઉગતા સૂર્યને અર્ઘ્ય અપર્ણ કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૫ ઃ વાપી પંથકમાં સોમવારે દમણગંગા નદી સહિત વિવિધ સ્થળોઍ ભક્તોઍ ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને ચૈતી છઠની પૂર્ણાહુતિ કરી હતી. સોમવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને ઉત્સવનું સમાપન થયું હતું. વાપીમાં રાતા નદી કિનારે, હરિયા પાર્ક, દમણગંગા નદી સહિત વિવિધ સ્થળોઍ ભક્તોઍ તેમના પરિવારના સભ્યો સાથે ભગવાનને અર્ઘ્ય અર્પણ કર્યું હતું. આ પ્રસંગે બિહાર વેલ્ફેર ઍસોસિઍશનના પ્રમુખ વિપુલસિંહ, ખજાનચી અભયસિંહ અને અન્યો પણ હરિયા પાર્ક ખાડી ખાતે દમણ ગંગા નદીના કિનારે પહોંચ્યા હતા. જ્યાં છઠ પૂજામાં ભાગ લીધો હતો. વિપુલ સિંહે જણાવ્યું કે ધાર્મિક માન્યતાઓ અનુસાર છઠનો તહેવાર વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. ચૈત્ર માસની છઠને ચૈતી છઠ અને કારતક માસમાં આવતી છઠને કારતક છઠ કહેવાય છે. ભક્તોઍ દિવસભર ઉપવાસ કરી પૂજા-અર્ચના કરી હતી. સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને, તેમણે તેમના બાળકો અને પરિવારના સુખ, સમૃદ્ધિ અને દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરી. સોમવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને ઉત્સવનું સમાપન થયું હતું.