Vishesh News »

વલસાડથી નંદુરબાર અને વડોદરા માટે સમર સ્પેશિયલ ટ્રેન શરુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૫ ઃ પડ્ઢિમ રેલવે દ્વારા આજરોજથી ગ્રીષ્મ સ્પેશિયલ ગઈકાલે વલસાડ જયનગર નંદુરબાર અને આજરોજ વલસાડ દરભંગા વડોદરા ટ્રેનો શરૂ કરવામાં આવતા આવતા વડોદરા અને નંદરબાર જતા મુસાફરોને મોટી રાહત મળી છે. પડ્ઢિમ રેલવે દ્વારા અનેક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે સ્ટીમ રેલવે દ્વારા વલસાડથી જયનગર નંદુરબાર સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન વલસાડથી તા. ૧૪/૪/૨૦૨૪ ના બપોરે ત્રણ કલાકે ઉપડી વહેલી સવારે ચાર કલાકે નંદુરબાર પહોંચશે. જે બાદ આ ટ્રેન તા. ૧૬/ ૪/ ૨૦૨૪ ના રોજ બપોરે ૩ઃ૩૦ કલાકે ઉપડી વલસાડ રાત્રે ૯ઃ૧૫ કલાકે આવશે. ઉધના, ચલથાણવ, બારડોલી, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સત્તના , માણેકપુર જંકશન, પ્રયાગરાજ છીકી, દિનદયાલ ઉપાધ્યાય જંકશન, બકસરઆરા જંકશન, દાનાપુર, પાટલીપુત્ર, સોનપુર, હાજીપુર મુજફફરપુર, સમસ્તીપુર જંકશન અને દૂરભંગા જંક્શન પર રોકાશે. જ્યારે આજરોજ વલસાડ સ્ટેશનથી બપોરે ત્રણ કલાકે દરભંગા વડોદરા સ્પેશિયલ ટ્રેન માણસ કે ચાર કલાકે દરભંગા પહોંચશે તા. ૧૭-૪-૨૦૨૪ ના રોજ દરભંગા વડોદરાથી સવારે સાત કલાકે નીકળી સાંજે ૪ કલાકે પહોંચશે. આ ટ્રેન ઉધના, સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, રતલામ જંકશન, નાગદા જંકશન, ઉજ્જૈન મક્સીજંકશન, સંત હિરદાર રામનગર, બીના, સાગર, દામોહ, કટની મૂડવારા સતના, માણેકપુર જંકશન, પ્રયાગરાજ છીંકી, દિન દયાલ ઉપાધ્યાય જંક્શન, બકસર આરા જંકશન, હાજીપુર, મુજબ ફરપુર અને સમતીપુર જંકશન પર રોકાશે.