Vishesh News »

અંધશ્રદ્ધા અને વ્યસનથી દુર રહેવા સંકલ્પ કરો ઃ પૂ. મોરારી બાપુની અપીલ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૫ ઃ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ખાંડાગામે રામકથાના સાતમા દિવસે પૂજ્ય મોરારીબાપુ ઍ સૌ શ્રોતાઓને આવકાર્યા બાદ સૌને જય સીયારામ કહી કથાનો પ્રારંભ કર્યો હતો. આજે અવસર વિશે વાતો કરતા દેશ કાળ અને પાત્ર ઍ ત્રણે કરતાં અવસર મહત્વનો છે. પુષ્ટિ માર્ગમાં ભગવાન વલ્લભાચાર્યની પરંપરામાં તો પદ છે જે મને બહુ ગમે છે. જ્યાં અવસર શબ્દોનો ઉપયોગ થયો છે. આજે તમને ને મને નવ દિવસનો અવસર મળ્યો છે. રામચરિત માણસ ઍટલે કે રામાયણને કેન્દ્રમાં રાખીને સાત્વિક તાત્વિક અને વાસ્તવિક સંવાદો કરી રહ્ના છે ઍ આપણા માટે અવસર છે મારા માટે પણ અવસર છે. આ ક્ષમા યાત્રાનું બીજું પગલું છે. અમારે વક્તાઓ માટે જેવું કહેવાય છે કે વક્તાઍ પ્રજ્ઞા બોલવું જોઈઍ પણ બુદ્ધિથી નહીં ઍવી તો આપણી કથા કક્ષા હોય પરંતુ સૂત્ર છે. તો કહી દઉં જે વક્તા હોય ઍનું કર્તવ્ય હોય કે પ્રજ્ઞા દ્વારા બોલવાનું બુદ્ધિ દ્વારા નહીં ઋષિમુનિઓઍ જે બોલ્યા છે. ઍ પ્રજ્ઞા દ્વારા બોલ્યા છે તો વક્તા પ્રજ્ઞાવાન હોવા જોઈઍ અને શ્રોતાનના હૃદયમાં શ્રદ્ધા હોવી જોઈઍ આ બે વસ્તુ ભેગી થાય તો સમજવાનું આપણને અવસર પ્રા થયો છે. આપણો અવસરને માણી રહ્ના છે. પૂજ્ય બાપુઍ કહ્નાં કે આપના વિસ્તાર મને ઘણી જગ્યાઍ પધારવાનું આમંત્રણ મળી રહ્નાં છે. પણ સમય મર્યાદાને કારણે જઈ શકાય ઍવું નથી ઍટલે આપણે બેસીને અવસર માણી ઉજવ્યો ઍ અવસર અવસર બહુ પવિત્ર શબ્દ છે. વાત ઍ છે કે અવસર કોને કહેવાય આ ઓચિંતા ગોઠવેલી કથા નથી. આ અસ્તિત્વઍ આનું જ જોઈને ગોઠવી આપેલી કથા છે. આપ આટલી સંખ્યામાં અવસર માણી રહ્ના છો, પ્રસાદ લઈ રહ્ના છો, આટલી સંખ્યામાં આપ સૌ મળવા આવી રહ્ના છો, આ રૂડો અવસર છે, ખાન્ડા વિસ્તારના તમામ ભાઈ બહેનોને પ્રાર્થના કરું છું, ચૈત્ર નવરાત્રી છે, આજે સંકલ્પ કરી નાખો કે કાલથી ન પીવાનું પીતા હોય તો બંધ કરી દેજો જરૂરિયાત વગરની વસ્તુનો સેવન ન કરવુ અને ઍમાંથી આપણને મુક્ત થઈઍ અંધશ્રદ્ધાન લીધે તમે નાના મોટા અશાસ્ત્રીયજ્ઞ કરતા હોવ અને ઍમાં ઘેટા બકરા કે પશુનું બલિદાન આપતા હોવ તો ઍક સાધુની વિનંતી છે આવું બધું બંધ કરજો બલિદાન આપવું કે બલિ ચઢાવો આમાંથી બહાર નીકળજો અવસરને સાર્થક કરવા માટે આવું બધું કરવું પડશે દોષ કોને કહેવાય ઍ પ્રશ્નો ઉપર પૂજ્ય બાપુઍ પોતાની અમૃતવાણીમાં આપણામાં રહેલા ગુણોનો દૂર ઉપયોગ કરવો ઍના જેવો કોઈ દોષ નથી દરેકમાં ગુણ અને અવગુણ બંને આ દ્વંદ્વ છે દરેકમાં ગુણ માત્ર ફેર હોય ઘણા ગુણોનો દૂર ઉપયોગ કરે રાવણે શું કર્યું ઍનામાં ચાર ગુણ હતા જેને રાજકીય ક્ષેત્રના ગુણો ગણી શકાય શામ દામ દંડ અને ભેદ આ ચારેય ગુણોથી કામ લેવું પડે આ ઍક નીતિ છે. રાવણનો નીતિનો દૂર ઉપયોગ કર્યો ઍટલે સંસ્કૃત નો આટલો મોટો વિદ્વાન હોય હોવા છતાં શિવજીનો આટલો મોટો ઉપાસક હોવા છતાં વેદનો પંડિત થવા છતાં રાવણ દોષી રહ્ના. જેણે ગુણનો દૂરોપયોગ કર્યો સામ દામ દંડ ભેદ આ ચારેય ગુણો અને દૂર ઉપયોગ સીતાજી ઉપર કર્યો સન્યાસીનું રૂપ લઈ ગયો પ્રલોભન આપ્યા રાવણના આ અવગુણને કારણે રાવણ સમાજનો આદર્શ ન બની શક્યો માટે દોષી ઠર્યો આપણા આપણે ગુનો નો સદ ઉપયોગ કરવો જોઈઍ.