Vishesh News »

વલસાડ અને ગ્રામ્યવિસ્તારમાં ઠેર ઠેર શ્રીરામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સહભાગી થયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૨ ઃ આજે શ્રીરામ જન્મભૂમિ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા વલસાડ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભજન, શોભાયાત્રા, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાનના રામની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ વલસાડ શહેરના રામરોટી ચોક, વલસાડના કોસંબા ગામે આવેલા રામજી મંદિર, વલસાડ પારડીમાં આવેલા રામલાલા મંદિર, વલસાડના છીપવાડ ધૂળિયા હનુમાનજી મંદિરેથી દંડવત યાત્રા નીકળી પારડી સાંઢપોર ગામે આવેલ ભય ભંજન હનુમાનજી મંદિરે પહોંચી હતી આ ઉપરાંત વલસાડના વેજલપુર ધમડાચી ગામે ૧૦૦થી વધુ રામભક્તોની બાઈક રેલી નીકળી હતી. રામભક્તો આજે ડીજે અને ઢોલ નગારા સાથે શહેરના માર્ગો પરથી ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. તો વલસાડ શહેરના મોગરાવાડી હનુમાન ફળિયામાં સવારથી ભજન, આરતી, અને ઍક મહારેલીનું આયોજન કર્યા બાદ આ શોભાયાત્રા હનુમાન ફળિયા - સૂકી તળાવ - અશોક મિત્ર મંડળ ઈસ્ટ રેલવે યાર્ડ? મોતી વાડી? મોગરાવાડી શોપિંગ નાગેશ્વર મહાદેવ મંદિર મોટા તળાવ - મણિનગરપાદર દેવી માતા મંદિર હનુમાન ફળિયામાં પહોંચી હતી. મોગરાવાડી વિસ્તાર આજે રામમય બની ગયું હતું. વલસાડમાં ઠેર ઠેર અયોધ્યામાં રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મંદિરોમાં પૂજા આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં રામભક્તોઍ તેનો લાભ લીધો હતો.