Vishesh News »

કાંપરી અોવરબ્રીજ નજીક મુસાફરો ભરેલ ટેમ્પો પલ્ટી મારતાં ૧૦ ને સામાન્ય ઈજા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૫ ઃ વલસાડના છરવાડાગામેથી ટેમ્પામાં મુસાફરો ભરી વલસાડ લીલાપુર સર્કલથી કાંપરી ઓવરબ્રીજ થઈ જતી વખતે અચાનક ટેમ્પો પલટી મારતા ટેમ્પામાં સવાર દસ જેટલાં મુસાફરો રોડ પર પટકાતા આજુબાજુના લોકો દોડી ગયા હતા. ૧૦૮ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તમામને વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતાં. વલસાડના કાંઠા વિસ્તારના છરવાડાગામેથી ઍક ટેમ્પો નંબર ડીડી-૦૧-ઍ-૯૬૭૬ માં ૧૦ થી વધુ મુસાફરો બેસી વલસાડના લીલાપુર સર્કલથી કાપરી ઓવરબ્રિજ તરફ જઈ રહ્ના હતો. જે દરમિયાન રસ્તામાં ટેમ્પો ચાલકે થિયરીંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો ઓવરબ્રીજ પહેલા પલટી મારતા ટેમ્પામાં સવાર ૧૦ થી ૧૨ મુસાફરો રોડ પર પટકાયા હતા. અકસ્માતની ઘટના બનતા આજુબાજુના લોકો રાહદારીઓ મદદ માટે દોડી ગયા હતા. ટેમ્પામાં સવાર નાના બાળકો સહિત તમામને બહાર કાઢ્યા બાદ ડુંગરીની ૧૦૮ ઍમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવતા તમામ ઇજાગ્રસ્તોને વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટેમ્પામાં સવાર તમામ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વલસાડ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.