Vishesh News »

ઉમરગામ-સંજમણ રોડ પર ટાયર ફાટતા કન્ટેનર ડિવાઈડર સાથે ભટકાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૫ ઃ ઉમરગામ સંજાણ રોડ ઉપર રાત્રે ઍક કન્ટેનર (ટ્રક)નું ટાયર ફાટતા તે ડિવાઇડર સાથે અથડાયું હતું આ અકસ્માતમાં ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ થયો હતો જોકે રાત્રે કેટલાક અજાણ્યા શખ્સો કન્ટેનર ચાલક ને માર મારી નાસી ગયા હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. પ્રા સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ જીઆઇડીસી માંથી પ્લાસ્ટિકના ઓઇલના ડબ્બા ભરીને ઍક કન્ટેનર મુંબઈ જવા નીકળ્યું હતું આ કન્ટેનર ઉમરગામ સંજાણ મુખ્ય માર્ગ ઉપર રાત્રે પસાર થઈ રહ્નાં હતું તે વખતે સંજાણા પેટ્રોલ પંપની સામે સંજાણ ખાતે કન્ટેનર (ટ્રક)નુ આગળનું ટાયર અચાનક ફાટતાં ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા તે રોડની વચ્ચે આવેલ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું. જોકે આ અકસ્માતમાં સદનસીબે ડ્રાઇવર કે કોઈ અન્યને ઇજા પહોંચી ન હતી દરમિયાન રાત્રે કેટલાક અજાણ્યા શખ્સો અકસ્માત સ્થળે આવી કન્ટેનર ચાલકને માર મારી નાસી ગયા હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. રાત્રે અકસ્માત થયો હતો છતાં દિવસભર સ્થળ ઉપરથી કન્ટેનરને સાઇટ કરવામાં આવ્યું ન હતું અને રસ્તા વચ્ચે જ હોવાથી અત્રેથી પસાર થતા વાહન ચાલકો સામાન્ય ટ્રાફિક નો સામનો કરતા નજરે પડ્યા હતાં.