Vishesh News »

ચણોદમાં સંપનો સ્લેબ ધસી પડયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૪ ઃ વાપીના ચણોદ ગામે આવેલ પીવાનું પાણી ગામમાં પૂરું પાડતી ટાંકીનો સંપનો સ્લેબ અચાનક અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ધસી પડતા ઘટના સ્થળે ભારે દોડધામ અને ચકચાર મચી જવા પામ્યો હતો. પ્રા વિગત મુજબ વાપી તાલુકાના ચણોદ ગ્રામ પંચાયત દ્વારા વાપી સેલવાસ રોડ ઉપર આવેલ ચણોદ ગેટ પાસે પાણીની ટાંકી અને સંપ લગભગ ૨૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે. જેના થકી ગામમાં પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. આજે રવિવારે તેનો સ્લેબ અચાનક જ અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં ધરાશાઈ થઈ ગયો હતો. જે દરમ્યાન અહીં ઉપસ્થિત લોકો પણ તાત્કાલિક સમ્પ પાસે દોડી આવ્યાં હતાં. સમ્પના સ્લેબનો કાટમાળ પાણીમાં ગરકાવ થતા સમ્પની ટાંકીમાં રહેલું પાણી ડહોળું થયું હતું. જોકે હાલમા ઉનાળાની કાળઝાળ ગરમીમાં સમ્પનો સ્લેબ ધરાશાઈ થતા ચણોદ ગામના તમામ વિસ્તારોમાં પીવાના પાણીનું વિતરણ નહીં થશે જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવા ઍંધાણ વર્તાયા છે.