Vishesh News »

બારોલીયામાં લોકો તો ઠીક, બે ટાંકીઓ પણ પાણી વિના તરસી રહી છે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૪ ઃ ધરમપુર બારોલીયા - તીસ્કરી માર્ગ વચ્ચે પટેલ ફળિયાના રહેણાંકોને પાણી મળી રહે ઍ હેતુથી આશરે ૧૦,૦૦૦ લીટર ધરાવતી બે સિંટેક્ષ ટાંકી કેટલાક વર્ષોથી પાણી વિના તરસી રહી છે. જેને કારણે પાણી માટે વલખા મારતા પટેલ ફળિયાના રહેણાંક મંજુલાબેન બાબુભાઈ જગાવલાનું કહેવુ છે કે, છેલ્લા કેટલા વર્ષોથી પાણીની ટાંકી ઊભી કર્યા બાદ આજ દિન સુધી ટાંકીમાં ટીપુંઍ પાણી ભરાતું નથી અને અમારા જેવા ગરીબ આદિવાસીઓઍ રસ્તો ક્રોસ કરીને પાણી લેવા માટે અન્ય જગ્યાઍ જવું પડતું હોય છે. હજુ તો બંને ટાંકી સુકીખટ ભાંસી રહી છે અને ત્યાં તો ત્રીજી સિમેન્ટ કોંક્રિટની ટાંકી બની રહી છે લાગતા વળગતા તંત્રને માત્ર ટાંકી ઊભી કરવાનો રસ છે ભલે ટાંકીમાં પાણી આવેના આવે છેવટે તો આ વિસ્તારના ગરીબ નિરાધાર આદિવાસી મહિલાઓઍ જ ભોગવવાનું રહ્ના. ઉપરોક્ત પાણીની સમસ્યાઓ વિષે ગામના સરપંચ સહિત રાજકીય હોદ્દેદારોઍ જાગૃત થઈ આ વિસ્તારના રહેણાંકોની પાણીની સમસ્યા દૂર થાય ઍવી માંગ ઉઠવા પામી છે.