Vishesh News »

વલસાડમાં આજે ભાજપના ધવલ પટેલ તો કાલે કોંગ્રેસના અનંત પટેલ ઉમેદવારી કરશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૪ ઃ લોકસભાની ચૂંટણી માં વલસાડ ડાંગ બેઠક ના ભાજપી ઉમેદવાર સોમવારે ઉમેદવારી પત્ર ભરશે તો કોંગ્રેસના ઉમેદવાર મંગળવારે ઉમેદવારી પત્ર ભરવા જનાર છે. ૭ મહિના રોજ લોકસભાની ચૂંટણી યોજનાર હોય તેના સંદર્ભે વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપી ઉમેદવાર ધવલભાઇ પટેલ આવતીકાલે સોમવારે સવારે ૧૦ઃ૦૦ કલાકે વલસાડના ધરમપુર રોડ પર આવેલ સી. બી. હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં ભાજપના કાર્યકર્તાઓ ઍકત્ર થઈ રેલી આકારે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્ર સુપ્રત કરશે. વલસાડ ડાંગ લોકસભાની બેઠક ના ઉમેદવાર ધવલ પટેલ ઉમેદવારી પત્ર ભરવાના હોય જેના સંદર્ભે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ તમામ ધારાસભ્યો, વલસાડ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા તથા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ઈન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલ ૧૬-૦૪-૨૦૨૪ મંગળવારના રોજ લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરવા માટે જનાર છે. સવારે ૧૦ કલાકે જિલ્લા કોંગ્રેસસમિતિ સામે સ્ટેડિયમ રોડ પર સભાને સંબોધશે.ત્યાર બાદ રેલી રૂપે કોંગ્રેસ કાર્યાલયથી ટાવર-આવાબાઈ હાઈસ્કૂલ-રૂરલ પોલીસ સ્ટેશન-કલ્યાણબાગ સર્કલ-જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સુધી કાર્યકર્તાઓ સાથે રેલીરૂપે જશે જે બાદ વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્ર સુપ્રત કરશે.