Vishesh News »

દીકરી જન્મે તો ઉત્સવ માનવજો ઃ પૂ. મોરારીબાપુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૪ ઃ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર ઍવા ખાંડાગામે છેલ્લા છ દિવસથી રામકથા ચાલી રહી છે, કથાની શરૂવાતથી મોરારીબાપુ સનાતન ધર્મનો માહિમગાન કરી રહ્ના છે આજે આ દોર આગળ ધપાવતા ધર્માંતરણ કરી ચૂકેલા ભાઈ બહેનોને ફરી સનાતન ધર્મ અંગીકાર કરવાની હાકલ કરી હતી. પરિસરમાં ઉપસ્થિત ૪૦,૦૦૦ થી વધુ ગ્રામવાસીઓને ચેતાવ્યા હતા કે કોઈ પણ પક્ષી (વિધર્મી) આવીને તમને ચૂંથીના જાય ઍનું ધ્યાન રાખજો અને બીજાના કોઈ પણ ચમત્કાર કે પ્રલોભનોને વશમાં થશો નહીં. સાથે સાથે આજની કથા દરમિયાન ઍમણે માતૃશક્તિનો મહિમાગાન ગાયો હતો. સત્ય - પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશને આગળ ધપાવતા મોરારીબાપુઍ આજે છઠ્ઠા દિવસે કથાની શરૂવાતમાં આજે શ્યામ સુંદરી યમુનાજી મહારાણીનો પ્રાગટ્ય દિવસ અને ભીમરાવ બાબાસાહેબ આંબેડકારજીની જન્મજયતિ હોય યાદ કરી કથાની શરૂવાત કરી હતી. બુદ્ધપુરુષના આશ્રયની વાત કરતાં જણાવ્યું કે, મનુષ્ય જીવનના જન્મજન્મના ભવ તરી જવા હોય તો ઍમના ચરણોનો આશરે કરજો, જીવનનો ઉધ્ધાર કરવો હોય તો ઍમના હાથ (સ્પર્શ)નો આશ્રય કરજો, મોહમાંથી મુક્ત થવું હોય તો ઍમના વાણીનો આશ્રય કરજો. આમ વિવિધ પ્રકારે બુદ્ધપુરુષનો મહિમાગાન કર્યો હતો માતૃશક્તિનો મહિમાગાન કરતાં જણાવ્યું કે દીકરી જન્મે તો ઉત્સવ માનવજો, કેમ કે આખા વર્ષમાં શિવની માત્ર ઍક જ શિવરાત્રી આવે છે. જ્યારે માતૃશક્તિનો મહિમા નવ નવ દિવસો સુધી ગવાય છે, માતૃશક્તિનું સન્માન કરો, માતા જાનકી (સીતા)નું અપહરણ કર્યું ઍટલે રાવણની દુર્દશા થઈ ઍ તો ઠીક પરંતુ ઍ પહેલા ઍને ઘરમાં રહેલી સ્ત્રીની વાત – મંદોદરીની શિખમણની અવગણના કરી હતી, મંદોદરીઍ પુરાણ અને ઉપનિષદના પુરાવા આગળ રાખી રાવણને ચેતાવ્યા હતા પરંતુ રાવણે વાત નહીં માની અને હણાયોની બાપુઍ વિગતે છણાવટ કરી હતી, વધુમાં વાત આગળ ધપાવતા કહ્નાં કે, દીકરો માત્ર ઍક કુળ ને ત્યારે જ્યારે દીકરી બે કુળને. ખાંડા ગ્રામે આજે ૪૦૦૦૦ થી વધુ આદિવાસી ભાઈ બહેનો કથાનું શ્રાવણ કરવા ઉમટી પડ્યા હતા સોમવારે આજે કથામાં રામજન્મોત્સવ ઉજવાશે.