Vishesh News »

દમણના ઈસમે કડોદરાની યુવતી સાથે દુષ્કર્મ આચારતાં ચીખલીમાં ગુનો દાખલ થયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૧૪ ઃ સુરતના કડોદરા ખાતે રહેતી ઍક યુવતીને દમણના રહીશે નાસિક ભણવા માટે લઈ જવાનું કહી આલીપોર ગામે મેટ્રો હોટલ થી આગળ ને.હા નંબર ૪૮ ની બાજુમાં આવેલ ઝાડી જગલમાં લઈ જઈ હવસ સંતોષી સાંજના સમયે ગાડીમાં બેસાડી ચીખલી ચાર રસ્તા પર ઉતારી દઈ ભાગઈ છુટ્ટા આ યુવતીઍ ઍક સાથે ૧૮ જેટલી પેરાસીટામોલની ગોળી પી લેતા જેને બેભાન અવસ્થામાં સુરતની ઍક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાતા આ યુવતી ભાનમાં આવ્યા બાદ બનાવની હકીકત વર્ણવી દમણના યુવાન તથા તેનો ઍક મિત્ર ઍમ બે શખ્સો સામે બળાત્કાર તથા ઍટ્રોસિટી ઍકટ મુજબ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કડોદરા ખાતે રહેતી છાયા ગામીત (નામ બદલેલ છે)ઉ.વ.૨૪ જેના પિતા નાની હતી ત્યારે જ મરણ ગયેલ હોય અને માતાઍ બીજા લગ્ન કરેલ હોય ત્યારે આ છાયા પોતાના દાદા-દાદી સાથે રહેતી હતી. જેણે પોતાનું ઘર સંસાર ચલાવવા માટે ઍક બ્યુટી પાર્લરમાં નોકરી કરતી હતી. જોકે આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે આગળ ભણી શકી ન હતી અને છાયાને આગળ ભણવું હતું ત્યારે તા ૨૧.૩.૨૪ ના રોજ ઍક અજાણ્યો નંબર ૯૮૨૪૧ ૭૨૨૦૦ ઉપરથી ફોન આવેલ અને મેં જણાવેલ ત્યારે રોંગ નંબર છે ઍમ કહેલ ત્યારબાદ થોડા સમય પછી છાયાઍ સામેથી ફોન કરેલ અને તમે કઈ રીતે રોંગ નંબર લગાવો છો ઍમ જણાવેલ ત્યારે મને જણાવેલ કે નંબર આજ છે અને મારે તારી સાથે વાત કરવી છે ઍમ જણાવેલ ત્યારે ધર્મેશ જોષી બોલું છું અને હું દમણમાં રહું છું ઍમ કહેલ ત્યારબાદ થોડી વાતચીત થયા બાદ અવારનવાર ધર્મેશ જોષી સાથે છાયાઍ વાત શરૂ કરી હતી અને છાયાઍ પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરી હતી ત્યારે ધર્મેશ જોષી ઍ જણાવેલ કે મારો મોટો બિઝનેસ છે અને તારે ભણવું હોય તો હું તને મદદ કરીશ ઍમ જણાવે ત્યારબાદ તા. ૯.૪.૨૪ ના રોજ રાત્રે ફોન આવેલ અને જણાવેલ કે હું નાસિક જવાનો છું અને તું મને કાલે મળજે ત્યારે છાયાઍ તા. ૧૦.૪.૨૪ ના રોજ સવારે ૯ઃ૦૦ વાગે ઘરે થી નીકળેલ અને ઈકો ગાડીમાં બેસી દમણ જઈ રહી હતી ત્યારે ધર્મેશ જોષી ઍ સામેથી ફોન કરીને જણાવેલ કે તું આલીપોર ખાતે આવેલ મેટ્રો હોટલ ઉપર ઉતરી જા ઍમ કહેલ ત્યારબાદ ૧૦ - ૧૫ મિનિટમાં ધર્મેશ જોશી લાલ કલરની બ્રિઝા ગાડી લઈને આવી ગયો હતો અને મને જણાવેલ કે મારો મિત્ર સાથે લઈ લઉં છું અને થોદે દૂર જતા ગાડીના પાછળના સીટ ઉપર મુકેલ થમ્પસપ પીવા માટે મને જણાવેલ અને મેં થમ્પસપ પીધી હતી અને થોડીવારમાં હું બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ ધર્મેશ જોષી મને ક્યાં લઈ ગયો તે મને ખબર ન હતી અને સાંજે ૬ઃ૦૦ વાગ્યે હું ભાનમાં આવી ત્યારે મારા શરીર ઉપર ઍક પણ કપડું ન હતું ત્યારે ધર્મેશ જોષીને મેં જણાવેલ કે, તમે મારી સાથે શું કર્યું છે ત્યારે ધર્મેશ જોષી ઍ જણાવેલ કે, જો તું આ વાત કોઈને કહેશે તો તને જાનથી મારી નાખીશું અને મને કપડા પહેરાવી ફરીથી ગાડીમાં બેસાડી દીધી હતી અને રસ્તામાંથી તેના મિત્રને લઈ ગાડીમાં બેસાડી ચીખલી ચાર રસ્તા ખાતે મને ઉતારી દીધી હતી ત્યારે મેં સુરત કડોદરા ખાતે આવવા માટે બસમાં બેસી કડોદરા ખાતે જઈ ઍક મેડિકલની દુકાનમાંથી પેરાસીટા મોલની ૨૦ ગોળી લીધી હતી અને નજીકમાં આવેલ મંદિરે જઈ ૧૮ જેટલી ગોળી પી લીધી હતી અને ત્યારબાદ મને ચક્કર આવતા કોઈ કે ૧૦૮ ને ફોન કરતા મને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી અને બનાવનું કારણ પૂછતા સમગ્ર હકીકત વર્ણવી હતી ત્યારે છાયા ઍ કરેલી ફરિયાદના આધારે દમણનો રહીશ ધર્મેશ જોષી અને તેના મિત્ર વિરોધ ઍટ્રોસિટી ઍકટ તથા બળાત્કારનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ નાયબ જિલ્લા પોલીસવડા બી.વી. ગોહિલ કરી રહ્ના છે.