Vishesh News »

‘બાકી બીજું તો ઍમાં સમજવાનું શું હતું? શ્રદ્ધાના નામે ધર્મની ઇજ્જત કરી લીધી’

સંવેદન - બાબુ ચૌધરી, નાનાપોîઢા ગઝલના શેરની બે પંક્તિઓમાં મનમાં ભાવો અને જીવનના અનુભવો ઓછા શબ્દોમાં સચોટતાપૂર્વક અવતરે તો જે કંઈ કહેવાનું હોય તે નિરૂપાય છે. શબ્દોની સરળતા અને કાવ્ય બાનીની રસાળતા સાથે તેમાં લાધવ, વ્યજના અને વેધકતા જરૂરી છે. માર્મિકતા ગઝલનું હાર્દ છે. આપણે ‘શ્રદ્ધા’ને અને આત્મશ્રદ્ધાને કેન્દ્રમાં રાખીને મરીઝે કહેલા શહેરોને માણીઍ છીઍ ત્યારે મરીઝની પોતાના પરની શ્રદ્ધાની ગવાહી આપતો શેર રજુ કરું છું ‘‘કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ ઍ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે.’’ માણસ પોતાની ઓળખાણ, પોતાનું અસ્તિત્વ અને પોતાનું વ્યક્તિત્વ પોતે ઘડે તો ઠીક છે, કારણ કે કોઈના સહારે પોતાનું વજુદ નક્કી ન થઈ શકે. પોતાના વહેણમાં પોતાની ગતિથી તરવાની વાતમાં મરીઝની ખુદની શ્રદ્ધાનો રણકો સંભળાય છે ‘‘પોતાનો ઍક પ્રવાહ હો, પોતાનું ઍક વહેણ હો જેમાં ન ખુદની હો ગતી, મૃગજળ છે ઍ ઝરણ નહીં.’’ પોતાની ખુદદારીથી પોતાના ખુદને ઘડનારાઓ ક્યારેક બીજા પર દોષારોપણ કરતા નથી .મરીઝનો ઉઝરડો પાડતો કટાક્ષ કેટલો વાસ્તવિક છે ‘‘ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી તેથી બધા કહે છે જમાનો ખરાબ છે.’’ માણસ પગભર પૈસાથી થતો નથી પણ આપણે કોઈના રાહબર બનવાનું છે. કોઈને દિશા બતાવવાની છે ‘‘પગભર તો છો તમે, હવે આગળ તમારું કામ રસ્તો બનો તમારો,- તમારી દિશા બનો મહેફીલ હો દોસ્તોની કે જાહેર સભાનો મંચ જ્યાં પણ જવાનું થાય તમારી જગા બનો દુનિયાના બંધનોથી જો હો છૂટવું મરીઝ બસ આજથી તમે જ તમારા ખુદા બનો.’’ ધર્મ, ધર્મની ઈબાદત અને ધર્મનો પ્રચાર બધું જ સમજ્યા વગર થાય છે અને નથી સમજતા સમજાવનારા કે નથી સમજતા સાંભળનારા ઍટલે મરીઝ કહે છે કે મેં તો ફક્ત શ્રદ્ધાને નામે ઈજ્જત કરી છે ‘‘બાકી બીજું તો ઍમાં સમજવાનું શું હતું? શ્રદ્ધાના નામે ધર્મની ઇજ્જત કરી લીધી.’’ શંકા નજરમાં હોય છે અને શ્રદ્ધા દિલમાં હોય છે ઍટલે મરીઝ ઈશ્વર પાસે શું માંગે છે તે જોઈઍ ‘‘શ્રદ્ધા કે શંકા ઍની મજા ઓર હોય છે દિલ સ્વચ્છ દે મને ન નજર આરપાર દે.’’ પોતાનામાં શ્રદ્ધા હોય તો માનવીના હૈયામાં હિંમત આવે છે, પણ શંકાશીલને નથી હોતો સહારો શ્રદ્ધાનો કે આસ્થાનો. ‘‘આ પ્રેમ છે - નથી ઍમાં પરાઈ વગરની જરૂર જરાય સરખો - બીજાના વતી પ્રયાસ ન હો હજાર વેદનાનો અર્થ કંઈ નથી રહેતો અગર હૃદયમાં કોઈ ઍક દર્દ ખાસ ન હો ગતિ હો, પંથ હો, વળી ઉપકરણ બધા હાજર પરંતુ ઍક જો હિંમત ન હો પ્રયાસ ન હો.’’ મરીઝને પોતાની જાતમાં કેટલી શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો અને ખુદની ખાતરી હતી તેનો ખ્યાલ આપતા અનેક શેર ઍમના કવનમાંથી જોવા મળે છે. જેમ કે ‘‘ભૂલી જાઓ તમે ઍને તો ઍ સારું છે મરીઝ બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી.’’ પોતાના કવનમાં, પોતાની સર્જન શક્તિમાં પણ શાયરને અખૂટ વિશ્વાસ અને શ્રદ્ધા છે; મરીઝની ઍક ખૂબ જ ઉત્તમ ગઝલનું ચંદ શેર છે ‘‘મારા કવનું આટલું ઊંડું મનન ન કર કંઈ યાદ થઈ જશે તો ભુલાવી નહી શકે ના માંગ ઍની પાસે ગજાથી વધુ જીવન ઍક પળ ઍ ઍવી દેશે વિતાવી નહીં શકે વસવું જ હો તો જા -જઈ ઍના જીવનમાં વસ તારા જીવનમાં ઍને વસાવી નહીં શકે અંતિમ દર્દ હો તો આવે છે સ્તબ્ધતા સાચો વિરહ છે જે રડાવી નહીં શકે.’’ આપણે ગઝલની વ્યાખ્યાથી શરૂઆત કરી હતી. મરીઝ ગઝલના હાર્દને આ રીતે સજાવે છે જેનાથી સમાપન કરીઍ ‘‘મારી ગઝલનું હાર્દ ફક્ત ઍ જ છે મરીઝ વેધક વળી સરળ છે વળી ઍમાં વ્યંગ છે.’’