Vishesh News »

રણની રાણી

વીણેલાં ફૂલ નેપોલિયનના સમયની વાત છે. જનરલ ડીસેઍ ઈજીપ્ત પર ચડાઈ કરી ત્યારે આરબ સેનાઍ ઍક ફ્રેîચ સૈનિકને કેદ કર્યો હતો. ઍક વાર મોકો મળતાં કટારથી પોતાનાં બંધન કાપી તે નાસી ગયો. રણમાં રખડતો-આથડતો, થાક્યો-પાક્યો તે ખજૂરાંના ઝૂંડ તળે સૂઈ ગયો. બીજે દિવસે ત્યાં ઍક ગુફા જડી આવી. પાસે જ પાણીનું ઝરણું હતું. અનાયાસ જ જીવનનો સહારો મળતા તેની જીવન ચેતના ફરી જાગી ઉઠી. રાત્રે નિરાંતે સૂતો હતો. અર્ધી રાત્રે જંગલી જાનવરનો શ્વાસ સંભળાતા તે સફાળો જાગી ગયો. અંધારામાં બે પીળી આંખો ચમકતી દેખાઈ. હાલવા-ચાલવાની હિંમત પણ રહી નહીં. પાસે જ ખૂંખાર ભયાનક વાઘણ ચત્તીપાટ સૂતી હતી. સિપાઈના મગજમાં સેîકડો વિચાર આવી ગયા શું કરવું? નાસવાનો માર્ગ પણ નો’તો. જીવ હાથમાં લઈ, ફફડતો બેસી રહ્ના. સવાર પડતાં, અંગ મરડી વાઘણે આંખો ખોલી. મોઢા પર રાતના ભોજન વેળાના લોહીના ડાઘ હતા. પણ સિપાઈઍ જાયુ કે અત્યારે ઍની આંખોમાં હિંસ્ત્રતા નથી. ભયાનક જરૂર છે. પણ રુધિરની લિપ્સાનો અભાવ છે. ઍકાઍક વાઘણ ધીરે ધીરે સિપાઈ કને લપકી આવી ને યાચનાભરી આંખે જાઈ રહી. પાળેલી બિલાડી જેમ સૈનિક પાસે તે ઊભી પોતાની પીઠ સિપાઈનાં ઘૂંટણ સાથે રગડી રહી હતી. સિપાઈઍ હાથ ફેરવ્યો-ડરતાં ડરતાં! તો પ્રત્યુત્તર રૂપે વાઘણ તેનો હાથ ચાટવા લાગી. ફરીવાર તેણે વાઘણના બદન પર હાથ ફેરવ્યો ત્યારે બિલ્લી પેઠે, તે પ્રસન્નતા વિભોર થઈ ગઈ. સિપાઈ હાથ ફેરવતાં ફેરવતાં મોકો જાઈ આસ્તેથી ગુફામાંથી સરકી ગયો. ખાસ્સો દૂર તે દોડતો દોડતો નાઠો. પણ પાછળથી પેલી વાઘણ સૈનિક કને આવી, પાળેલા કૂતરાની જેમ તેની આસપાસ ફેરા ફરવા લાગી. હવે છૂટવાનો આરો નથી, સૈનિક સમજી ગયો. તે વાઘણના કાન મસળવા લાગ્યો. પીઠ થપથપાવા લાગ્યો. રણની રાણીઍ મોî ઊંચું કરી, પોતાની પ્રસન્નતા પ્રગટ કરી. વિમોહિત-શી મુગ્ધ દ્રષ્ટિઍ તે સિપાઈને ને જાઈ રહી. ત્રણ ફૂટ ઊંચી, ચાર ફૂટ લાંબી, સિંહણ સમું મોટું માથું ને લાંબુ પૂછડુ? વાઘ સમી ખૂંખાર તો હતી, પણ ઍની આંખોમાં ઍક ચતુર રમણીનો ભાવ પણ સિપાઈઍ જાયો. અત્યારે તો તે શાંત છે પણ ભૂખી થશે ત્યારે? પણ હવે રણ વચ્ચે, તેનાથી જાન બચાવવાનો બીજા ઉપાય પણ નથી. ત્યારે શું કરવું? સિપાઈને થયું જા તેને ખુશ રાખી શકીશ તો બચી શકીશ. તે તેના પર હાથ ફેરવતો બુચકારવા લાગ્યો. પ્રત્યુત્તરમાં વાઘણે પણ પૂંછડુ હલાવી, પોતાના પ્રેમનું પ્રતિદાન કર્યુ ને આમ ઍમનું સહજીવન શરૂ થયું. સાંજ પડતા સુધી, તે વાઘણ સાથે ખાસ્સો હળી ગયો. જા કે રાતમાં ચૂપચાપ ભાગી જવાનો તેનો ઈરાદો હતો. વાઘણે આંખો મીંચી ત્યારે નીલ નદી ભણી તે ઝડપથી દોડયો. પણ બસો ફૂટ દોડયો હશે. ત્યાં તો વાઘણે તેને પકડી પાડયો. સિપાઈ ભયમાં પણ મલકયો ને મનમાં બોલ્યો, ‘આ મારાથી જુદી પડશે નહીં. મારી સાથે તેને પ્રેમ થઈ ગયો છે!’ થોડીક વાર બંને ચાલતાં રહ્નાં. પણ આગળ જતાં સિપાઈના પગ રેતીમાં ઘૂસવા લાગ્યા-કળણમાં તે ફસાઈ ગયો હતો. ત્યારે વાઘણે ઍક ઝટકે તેને બહાર ખેîચી કાઢયો. કૃતજ્ઞ થઈ સિપાઈઍ તેને ચૂમી લીધી. હૈયાનો બનો અનુરાગ વ્યક્ત થઈ ગયો, ‘હું હવે તને મારાથી અળગી કરીશ નહીં.’ દિવસો વીતતા રહ્ના. આ અનમેળ પ્રણય-લીલા ક્ષણ-પ્રતિક્ષણ દૃઢ થતી ગઈ. હ્નદયની ભીતર મનુષ્ય અને પશુ વચ્ચે જરાય અળગાપણું રહ્ના નહીં. વાઘણ તેની સાથે માનવીય-પ્રેમિકા પેઠે કેલિક્રીડા કરતી, સિપાઈની ભાવના, વિચારો પણ મનુષ્ય અને પશુ વચ્ચેની સીમા વટાવી ગયાં હતાં. હવે તે સવાર નિડ્ઢિત અને નિર્ભય થઈ ગયો હતો. અીધકાંશ સમય તે સૂવામાં જ વિતાવતો. ને માનવામાં ન આવે ઍવું પશુ-મનુષ્યનું સહજીવન શક્ય બન્યું. પણ પ્રબળ પ્રેમની બધી કથાઅો પેઠે અહીં પણ ગેર-સમજે માણસનો પીછો છોડયો નહીં. ઍક દિવસે, રોજની જેમ સિપાઈ વાઘણના બદન પર હાથ ફેરવી રહ્ના હતો. ત્યારે કોને ખબર શું થયું-કદાચ કોઈ મર્મસ્થળને ઍનાથી અડકાયું હશે---પણ ફૌશન વાઘણે ઍની જાંગમાં દાંત ભરાવી દીધા. સિપાઈના રોમ-રોમમાં ભય વ્યાપી ગયો. ને ક્ષણ માત્રમાં ભયે જે કયુ*, તેનાથી માનવતા કલંકિત થઈ. નિર્વિકારતામાં પશુની જીત થઈ ને માનવની હાથ થઈ. સિપાઈ સમજ્યો કે વાઘણ વીફરી કે- ઍણે કટાર કાઢી, જારથી વાઘણના ગળામાં ભોîકી દીધી. વાઘણ હેઠે પડી. જાકે સરકતી સરકતી તે સિપાઈ કને આવી અને સિપાઈના પગ પર આળોટતી, પીડાભર્યા ઊંહકારા કરવા લાગી. શરીરમાંથી લોહી વહી રહ્નાં હતું! સિપાઈ પડ્ઢાત્તાપમાં ચીસ પાડી ઊઠયો. મરણાસન વાઘણ તૃષ્ણાભરી નજરે તેનો ચહેરો તાકી રહી હતી. આવી પ્રેમભરી દૃષ્ટી સિપાઈઍ જીવનભર ક્યારેય નો’તી જાઈ. દુઃખમાં તેણે પોતાના વાળ ખેîચતા કહ્નાં, ‘અરે! મારો પગ ગુમાવીને પણ ઍને બચાવી શક્યો હોત તો કેવું સારૂ થાત!’ વાઘણને હેડકી આવી....ઍક...બે...ત્રણ....ને પોતાના કપટી પ્રેમી ભણી નજર નાખી તે ઢળી પડી. થોડાક સમય પછી ફ્રેîચ સૈનિકોનો ઍક દસ્તો ત્યાંથી નિકળ્યો. તેમણે આડ્ઢર્યભેર જાયું કે, પેલો સૈનિક મૃત વાઘણની લાશ પર પ્યારભર્યો હાથ ફેરવી રડી રહ્ના હતો.! (બાળકની ફ્રેîચ વાર્તાના આધારે) - અમૃત