Vishesh News »

જંગ ત્રેઈ

ચસ્મે બદૂર કશ્મીર ડો. રાધિકા ટીક્કુ, વલસાડ હિન્દુ ધર્મ ઍ સનાતન ધર્મ છે .જેમાં શિવ ઍ દેવોના દેવ મહાદેવ છે. જેનો કોઈ આદિ કે અંત નથી. શિવની સાથે સુંદર રીતે સાયુજય પામેલી શક્તિ ઍ આદ્યશક્તિ છે. જે બ્રહ્માંડના અણુઍ અણુંમાં સર્વ વ્યાપી છે. શિવ પણ શક્તિને અનુસરે છે. જ્યારે આ પૃથ્વી અસુરોના ત્રાસથી ત્રસ્ત હતી ત્યારે સમગ્ર દેવગણ આ અસુરી તત્વોને નાથી નહીં શક્યા ને છેવટે દેવોઍ મા ભગવતીની અપાર સ્તુતિ કરીને માતા પાર્વતીને રીઝવ્યાં ને છેવટે પાર્વતીઍ દુર્ગા અને મહાકાલીનું રૂપ ધારણ કરીને મહિસાસુર, શુભ નિંશુભ, ચંડમુંડ અને અન્ય રાક્ષસોનું નિકંદન કરી નાખેલ. બ્રહ્મા વેદ પઢે તેરે દ્વાર શિવ શંકર હરિ ધ્યાન ધરે ઇન્દ્ર કૃષ્ણ તેરી કરે આરતી ચ બેર કુબેર દુલાયા કરે સોમ્યા સ્વભાવ ધર્યો મેરી માતા જન કી અરજ કબુલ કરે ... આમ દેવીનો મહિમા મોંઘેરો છે. કશ્મીર ની ભૂમિને સતીસરનું નામ અપાયેલું છે. કેમ કે પાર્વતી માતાઍ પોતે જાતે આ ભૂમિ નું સર્જન કરેલું છે. ઍની આગોશમાં હિમાલયની પર્વતમાળાઓ છે અને હિમાલય તો માતા પાર્વતીનું પિયર છે. હિમાલય પુત્રી શૈલ પુત્રીઍ અનંત વર્ષો સુધી અખંડ તપ કરીને મહાદેવ શિવ સાથે લગ્ન કરેલા અને વળી દરેક યુગમાં પાર્વતીઍ વિવિધ સ્વરૂપો સર્જીને શિવની સંગાથે જ સતત સ્થાન પામ્યાં છે. શિવ અને શક્તિ બંને પ્રકૃતિના અભિનંદન તત્વો છે. કાશ્મીરની ભૂમિ સતિસરમાં શિવ અને શક્તિની સતત ઉપાસના થાય છે. કશ્મીરમાં કાતિલ ઠંડી ઓછી થતાં વસંતના આગમન સમયે ઘરની મુખ્ય સ્ત્રી વિવિધ વસ્તુઓની સજાવટ સાથે મા રાજ્ઞા ભગવતી ને મા સારિકા ભગવતીના ચિત્રો સાથે પરિવારમાં થાળી સજાવે છે. તે સમયે બદામના આછા ગુલાબી ફૂલો ભર્યા ભર્યા ચોમેર બગીચાઓ અને પર્વતો પર બીછાવેલા શ્વેત બરફો ખૂબ જ સોહામણા લાગે છે. આ તહેવારને કાશ્મીરી પંડિતો સોંથ પોસ્ત કહે છે. ઘર પરિવારના તમામ સભ્યો મા પાર્વતીનો તહેવાર ચૈત્રી નવરાત્રીના બરાબર પંદર દિવસ પહેલા સોંથ પોસ્તેની ઉજવણીની પૂર્વ તૈયારીરૂપે કરે છે. ચૈત્ર સુદ ઍકમથી શરૂ થતું નૂતન વર્ષ ઍ કશ્મીરી પંડિતોનું નવું વર્ષ હોય છે. મા ભગવતીની ચૈત્રી નવરાત્રીની શરૂઆત પણ આ દિવસથી થાય છે. આમ તો ચૈત્રી નવરાત્રીથી શરૂ થતા નવા વર્ષને સર્ષિ પંચાંગ અને વિક્રમ સંવત અનુસાર હિન્દુ ધર્મનું નૂતન વર્ષ જ કહેવાય છે. રાષ્ટ્રીય કવિ દિન કરે આ ચૈત્ર સુદ ઍકમ માટે ખૂબ જ સુંદર લખ્યું છે.... દિ ઢુઈઢ ઋદ્ભુષિળષ ક્રષફ્શ્ીં ર્ફં બશ્ષર્ઠંઈ ઋદ્ભષ બશ્ષઌદ સળથફ્શ્ીં ર્ફં ર્ખઋદ્ભાસઠ ઋદ્ભષ પ્દ્ભખ સીંઈંષબશ્ીં ર્ફં છદ્ભષફ઼ું ઋદ્ભષ બશ્ઈફ઼ સપઈંબશ્ીં ર્ફં ર્ખઋદ્ભાસઠ ફુટિં ઋદ્ભષ પ્દ્ભખ ઢબશ્ ફ્રપ લ્ીં ળુઢષ પબશ્ળષજીફ઼હ ઝ્ષઝ્દ ઝ્દષથમષ ઢબશ્ઠહ થષઠષ ƒષબશ્-ƒષબશ્ ઈુંઝ્ષષિમહ મુફ઼હ ઠપ ક્રૂઙ્ઘષ ઝ્ષુ€શ્મ ર્ખડથ સઠસડ ીંર રલü થીંષદષ ફ્રષજીફ઼ષ દ્મષદષüરઠü ઋદ્ભહ ખુ‡દ તૂસથ ખબશ્ ફ્રદ ફ઼ષીંષ ળુંષદષ ફ્રષજીફ઼ષ ।। કાશ્મીરી પંડિતોની નવરેહ પોષ્ત ઍટલે કે નવરેહ મુબારક. ફારસી અને પશ્તો શબ્દોના મિશ્રણથી ઉદભવેલી કાશ્મીરી ભાષાની બોલી ચાલી અને મૂળાક્ષરો બીજી ભાષાઓથી ખાસ્સા અલગ છે. સદીઓથી ઈરાની, અફઘાનીઓના આક્રમણો કાશ્મીરમાં થતાં રહ્નાં. જેથી આ પ્રજાઓ પણ કાશ્મીરમાં સમરસ થતી રહી હશે..પંડિતો નવા વર્ષના દિવસની આગલી રાતે ફરીથી ચૈત્રી નવરાત્રીના શુભ આગમન માટે ચાવલ, અખરોટ, બદામ, દહીં, દૂધ, રોટી, બ્રેડ, પૈસા, રોકડા રૂપિયા સોનું, અરીસો, કંકુ, ખાંડ, નમક વાય ઍક આર્યુવેદિક વનસ્પતિ, ફૂલો, ફળો, કાશ્મીરી પંચાંગ, પુસ્તક, નોટબુક અને કલમ રાખે છે. તે ચૈત્ર સુદ ઍકમ ઍટલે કે માતા ભગવતીના નવરાત્રીના શુભારંભનો પ્રથમ દિવસ. ઍ દિવસે વહેલી સવારે પંડિતો નહીં ધોઈને નવરેહની સજાવેલ થાળી કે જે ઉપવસ્ત્રથી ઢાંકેલી હોય છે. ઘરની સૌથી નાની કુમારીકા કે કન્યા આ થાળીને લઈને ઘરના દરેક સદસ્ય પાસે લઈ જાય છે. પરિવારના દરેક સભ્યો ખૂબ આનંદ અને ઉલ્લાસથી થાળીનું સ્વાગત કરે છે. થાળીની દરેક વસ્તુને ભાવ ભાવપૂર્વક સ્પર્શે છે. ચૂમે છે. મા ભગવતીના ઍશ્વર્ય વૈભવ પ્રા માટે પ્રાર્થના કરે છે. તેમનું ઘર ધન્યથી ભરેલું રહે. ઘરમાં મા સરસ્વતીની સદૈવ કૃપા બની રહે. અન્નપૂર્ણા ના રૂપે મા શક્તિ વિરાજી રહે.. ઍટલે જ તો ચાવલ, દહીં, દૂધ રોટી, ખાંડ અને નમક રાખે છે. ઍમ તો થાળીમાં સજાવેલ દરેક વસ્તુનું જીવનમાં અલગ ભૌતિક સ્થાન અને અગ્રિમ મહત્વ તો છે જ. ધાન્યની વર્ષા ઘરમાં અવિરત થતી રહે... ઍના માટે તેઓ પ્રાર્થના કરે છે. મા શારદાની અર્ચના માટે થાળીમાં પુસ્તક, નોટબુક અને પેન રખાય છે. આ નોટબુકમાં પરિવારના દરેક વ્યક્તિઓ નવરેહ મુબારક માટે શુભેચ્છા અને પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ, પ્રગતિ અને સંપત્તિ માટે કાશ્મીરી ભાષામાં લખાણ લખે છે. ઍક સમયે આ થાળીમાં પંડિતો શહીનો ખડીયો અને કલમ જેવી લાકડીઓ પણ રાખતા હતાં.... સદભાગ્યે હજુ પણ અમુક બુઝુર્ગ કાશ્મીરી પંડિતો નવરેહની થાળીમાં મા સરસ્વતીનું પૂજન માટે આજના સમયે થાળીમાં પ્રવાહી શાહીનો ખડિયો પણ રાખે છે. થાળીમાં સજાવેલ રોકડાં પૈસા કે જે કુમારીકા નવરેહની થાળીમાં ઘરમાં ફેરવે છે. ઍને ગળે લગાવીને વાત્સલ્યભાવથી કુમારી છોકરીઓને ભેટમાં આપે છે. અખરોટ ઍ મસ્તિષ્કનું પ્રમાણ છે. ચાર વેદોનું પ્રતીક છે. પંડિતોને સતત જ્ઞાનની તીવ્ર ભૂખ રહેતી તેઓ મા શાર્દાના અનન્ય ભક્તો ઍટલે કે સરસ્વતીના પ્રખર ઉપાસક રહ્ના છે. જેથી કાશ્મીર વાસીની મૂળ સારિકા ભગવતી ઍ મા શારદા તો સરસ્વતીનું જ સૌમ્ય સ્વરૂપ છે. પંડિતોની મૂળ દેવી મા સારિકા ભગવતી જ છે. આમ પંડિતોનું નવું વરસ ભગવતીની પૂજા, અર્ચના સાથે સતત નવ દિવસ સુધી ચાલે છે. પંડિતો જંગ ત્રેય તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે. આ દિવસ નવરેહ ઍટલે કે ચૈત્રી નવરાત્રીનો ત્રીજો દિવસ.. આ જંગ ત્રેય કશ્મીરની શક્તિ પરંપરામાં સુગંધના રૂપે પ્રથમ દિવસ ગણાય છે. આ જંગ ત્રેય કશ્મીરને શક્તિ પરંપવામાં સુગંધના પ્રથમ સાથે સંકળાયેલ છે. વસંતના ફૂલોની અહીં ચોમેર સુગંધ છે. જે વાગ ભવ કુટ તરીકે પણ ઓળખાય છે. નવરાત્રિના નવ દિવસોને વિચારણાના ત્રણ ઍકમોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પ્રથમ વિચાર વિમર્શને કાશ્મીરની વાખ પરંપરાના સ્ત્રોત વાગ બહુકુટ તરીકે આદરવામાં આવે છે. વાક ઍટલે કે મા સરસ્વતીની પરાવાણી.. કાશ્મીરી પંડિતોના દરેક ગોત્રો ઋષિઓના છે. જેઓ સ ઋષિઓનો વારસો છે. તેઓ પોતાને સ ઋષિના વંશજો તરીકે પણ ઓળખાવે છે. પંડિતોના ગોત્રો ઋષિઓના છે. આ સ ઋષિઓના સંતાનો ઍ જ કાશ્મીરી પંડિતો છે. કશ્યપ કૃષિના મહાન પ્રયાસ થકી સતિસર ભૂમિ કાશ્મીર બનેલ અને ઋષિ કશ્યપે કશ્મીરની ખીણોમાં ઉગ્ર તપ અને અધ્યયન કરેલ. આ સ ઋષિઓની પત્નીઓ ઍટલે કે ઋષિકાઓ પણ ધ્યાનમાં, જ્ઞાનમાં પારંગત રહી. પંડિતોની પત્નીઓ ઋષિકા કહેવાય છે. આ જંગ ત્રેયનો આ ઉદ્દેશ છે. ત્યાં ઋષિકાઓ તેમના આધ્યાત્મિક જ્ઞાન અને સામાજિક જાગૃતિ માટે આ તહેવાર ઉજવે છે. પોતાના જીવનના વિચાર વિમર્શ માટે તેઓ પોતાના પિતા, માતાને મળતી રહે છે કેમ કે મુખ્ય જ્ઞાન તો તેમને પિતા તરફથી જ મળેલ છે ને... કેવું સુંદર.... જ્ઞાન... અને ઊંડી સમજ.. વિશાળ ભાવના. પરણિત સ્ત્રીના માતા પિતા પણ અગત્યનું સ્થાન ધરાવે છે જ અને સ્ત્રીઓ પોતાના ઘરે ઍક દિવસ ધાર્મિક વિધિના રૂપે અવશ્ય તેમના કલ્યાણ માટે જરૂર જાય.. માર્કંડ ઋષિ દ્વારા સર્જાયેલું દેવી કવચ અને આ દેવી કવચમાં માર્કંડ ઋષિ ભગવતીની સુંદર રીતે સ્તુતિ કરે છે અને મનુષ્યને અનિષ્ટ તત્વથી બચવા માટે આ સ્તુતિ દેવી કવચ જેવું કાર્ય કરે છે. આ દેવી કવચ ઍ પણ સ્થાપિત કરે છે કે સંસ્કૃતમાં જંગ ઍટલે કે ઝંઘા ઍ સર્વ કામ પ્રદાયની દેવીનું નિવાસસ્થાન છે. અહીં કામ ઍટલે કે પ્રેમ અને સમર્પણથી ભરાયેલા હૃદયનું વિરામ સ્થાન છે. પંડિતોના નૂતન વર્ષ નવરેહના દિવસે જ શિવે બ્રહ્માંડની રચના કરી હતી. આ જંગ ત્રેય ઉજવવા પણ વાસ્તવમાં મા ભગવતીની કથા સાથે જોડાયેલ છે. આ તહેવાર ઍક ધાર્મિક વિધિ પણ છે. શિવના લગ્ન થયા પછી શિવ પાર્વતીના લગ્ન થયા પછી નવરેના દિવસે માતા પાર્વતીને ઍમના પિયર પક્ષ હિમાલય તરફથી આમંત્રણ નહોતું મળ્યું. જેથી મા પાર્વતી ઍમના પિયર પક્ષના આમંત્રણની રાહ જોતા રહ્ના અને માતા પાર્વતીનું મન ખૂબ ભરાઈ આવ્યું. નવરેહનો બીજો દિવસ કહેવાય છે. બીજા દિવસે પણ માતા ભગવતી નિમંત્રણની રાહમાં રહ્નાં, છેવટે માતા ભગવતી દુર્ગાના પિયરથી તેમને સંપૂર્ણ આદર સત્કાર સાથે આમંત્રણ ત્રીજા દિવસે મળ્યું. નવરેહના ત્રીજા દિવસને જંગ ત્રેય ઍટલે કહેવાય છે. માતા પર્વતીની રીસ પૂરી થઈ અને આનંદ સાથે માતા પાર્વતી ઍમના પિયર દોડી ગયેલ ઍટલે જ પંડિતો નવરાત્રીના ત્રીજા દિવસે પોતાની ઋષિકા પત્નીને સન્માનપૂર્વક ઍમના માતા-પિતા પાસે પિયર અચૂક મોકલે છે. કેમ કે આ જંગ ત્રેયના દિવસે જ માતા ભગવતી પ્રસન્ન થઈને પોતાના પિયર ગયા હતાં અને સૌને આશીર્વાદ આપ્યા હતાં. પંડિતો પોતાની પત્નીને માતા પાર્વતીનું સ્વરૂપ જ માનીને નવાજે છે. આ જંગ ત્રેયના દિવસે મા શક્તિનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાના શુભ લગ્ન થયાં હતાં..ઍવું પણ પંડિતો માને છે. દિવસે દરેક સ્ત્રીઓ માતામલ (પિયર) જઈને પોતાના જનક જનની સાથે અને અન્ય સ્નેહીઓને મળે છે સાથે ભોજન કરે છે અને ભોજનમાં પણ વિશિષ્ટ શાકાહારી વ્યંજનો અને ભાતની મીઠાઈઓ પણ બને છે. જેમાં પનીર, પીલા ચાવલ, પનીર યખની, દમાલુ, દમ સલગમ, મેથી ચામન, ફીરની બને છે. પત્ની ભોજન કરીને થોડા સમય પછી પિયરથી સ્વગૃહે પરત ફરે છે. અહીં માતા-પિતા પણ દીકરીને સૌભાગ્યવતીના આશીર્વાદ આપે છે અને દીકરી પણ મહિયરમાં વધુને વધુ સમૃદ્ધિ અને વૈભવ વધતો રહે ઍવા સુખરૂપ આશીર્વાદ આપે છે. પિયર માંથી નમકનું પેકેટ, રોકડ રકમ અને અટહરુ ભેટના રૂપમાં સાસરે જતી સ્ત્રીઓના પાલવમાં માતા બધી આપે છે. ઍ દ્વારા ઍ સૂચિત થાય છે કે સાસરામાં તારું સ્થાન સબરસની જેમ અકબંધ રહે અને સૌભાગ્ય ચિન્હના રૂપમાં નવા નવા અટહરુ તું પહેરતી રહે...ઋષિકાઓ પણ પોતાના માતા પિતાના કલ્યાણ માટે શુભ આશિષ આપે છે. કાશ્મીરી પંડિતો જંગ ત્રેય દિવસ મહિલા દિવસ રૂપે ઉજવે છે. આ સમગ્ર વિશ્વની બિલકુલ અલગ અનોખો તહેવાર છે. કેમ કે વિશ્વના કોઈપણ ખૂણે કોઈપણ સમુદાયમાં મહિલા દિન આ રીતે ઉજવાતો નથી. વિદ્યામાં તેજસ્વી, જ્ઞાની, વિદુષી સ્ત્રીઓનું આ દિવસે જાહેરમાં વિશિષ્ટ રૂપે સન્માન થાય છે અને સ્ત્રીઓના વિવિધ ભર્યા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ દિવસે જાહેરમાં પંડિતો કરે છે. આમ ઘરની ગૃહલક્ષ્મીને પોતાના મૂળ સાથે ફરી જોડીને, પંડિતો પોતાની આગવી અનોખી સંસ્કૃતિ નમસ્તે તુ મહામાયે, નારી તુ નારાયણી રૂપ દર્શાવીને, મહિલાઓને સન્માન આપીને જંગ ત્રેય ઉજવે છે. જે ખરેખર વખાણવા લાયક છે.