Vishesh News »

વાપીમાં ઈદની નમાજ માટે હજ્જારો મુસ્લિમો ઉમટી પડયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૧ ઃ વાપી ટાઉન વિસ્તારમાં રહેતા મુસ્લિમ બિરાદરોઍ ગુરુવારે સવારે ઈદગાહ અને મસ્જિદોમાં રમજાન ઈદની નમાજ અદા કરી હતી. નમાજ બાદ ઍેકબીજાને ગળે લગાડી પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવી હતી. વાપીમાં ટાઉન વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં અને ઈદગાહમાં અંદાજિત ૧૦ હજાર જેટલા મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્ના હતાં. અને ઈદ-ઉલ- ફિત્રની સાથે ઉજવણી કરવામાં આવી હતી. વાપી ટાઉન સ્થિત કબ્રસ્તાન રોડ ઉપર આવેલ ઈદગાહમાં મૌલાના દ્વારા ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોને નમાઝ પઢાવી હતી. આ પ્રસંગે તેમણે દરેક શહેર, જિલ્લો, રાજ્ય, દેશ અને દુનિયામાં આપસી ભાઈચારો જળવાય રહે લોકો ઍકબીજાના હમદર્દ બને તેવો સંદેશ આપ્યો હતો. તમામ લોકોના સહકારથી શાંતિપૂર્ણ માહોલમાં રમઝાન ઇદની નમાઝ પઢવામાં આવી હતી. ગરીબ પરિવારો ઇદની ઉજવણી કરી શકે તે માટે ફિત્રની રકમ ઍકઠી કરવામાં આવી હતી. વાપી વિસ્તારમાં રહેતા અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને જમીયત ઉલેમાં ટ્રસ્ટ વાપીના પ્રમુખ ઇન્તેખાબ ખાને વાપીની તમામ જનતાને ઇદની મુબારક બાદી પાઠવતા જણાવ્યુ હતુ કે, વાપી અને વલસાડ જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિ કરતો જિલ્લો છે. વાપી સંસ્કારી અને વિકાસ કરતી નગરી છે. અહીં દરેક સમાજ કોમી ઍખલાસની ભાવનાથી રહે છે. બહારથી કમાવા આવ્યા બાદ અહીં જ વસી ગયેલા હજારો લોકો હળીમળીને રહે છે. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા વાપી ડિવિઝનના ડીવાયઍસપી. બી.ઍન. દવે, વાપી ટાઉન પોલીસ મથકના પીઆઈનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામે ઍકબીજાને ઇદની શુભેચ્છા પાઠવી હતી.