Vishesh News »

આજથી નવસારી લોકસભા બેઠક માટે ઉમેદવારી કરવાનું શરુ થશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) નવસારી, તા. ૧૧ ઃ નવસારી જિલ્લામાં આગામી તા. ૦૭ મે, ૨૦૨૪ના રોજ યોજનારી ૨૫ નવસારી સંસદીય મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી સંદર્ભે નવસારી સંસદિય મતદાર વિભાગ અને નવસારી કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા સને ૧૯૬૧ના ચૂંટણી સંચાલન નિયમોના નિયમ-૩ હેઠળ ‘ચૂંટણી નોટિસ’ જાહેર કરાઈ છે. ૨૫-નવસારી સંસદીય મતદાર વિભાગની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, મતદાર વિભાગના સભ્યની ચૂંટણી યોજાનાર છે. આ સબંધેની ૧૯૬૧ નાં ચૂંટણી સંચાલન અંગેના નિયમોના નિયમ - ૩ હેઠળની ચૂંટણી નોટીશ સબંધિત સ્થળોઍ પ્રસિધ્ધ કરવામાં આવી છે. સંસદીય મતદાર વિભાગના સભ્યની ચૂંટણી માટેના ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ ઍક વ્યક્તિ ચૂંટણી અધિકારી ૨૫ - નવસારી સંસદીય મતદાર વિભાગ અને કલેકટર નવસારીને, કલેકટર કચેરી, સભાખંડ, બીજા માળે, જિલ્લા સેવા સદન, કાલીયાવાડી પુલ પાસે, નવસારી ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૨૫-નવસારી સંસદીય મતદાર વિભાગ અને નાયબ કલેકટર જગ્યા-૧, -થમ માળે, જિલ્લા સેવા સદન, કાલીયાવાડી પુલ પાસે, નવસારી ખાતે મોડામાં મોડું તા. ૧૯/૦૪/૨૦૨૪ સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧-૦૦ વાગ્યાથી બપોરના ૩-૦૦ વાગ્યા સુધીમાં નામાંકનપત્રો પહોંચાડી શકશે. નામાંકન પત્રોના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે. નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી ૨૫-નવસારી સંસદીય મતદાર વિભાગ અને કલેકટર, કલેકટર કચેરી, સભાખંડ, બીજા માળે, જિલ્લા સેવા સદન, કાલીયાવાડી પુલ પાસે, નવસારી ખાતે તારીખ ઃ ૨૦/૦૪/૨૦૨૪ ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યેથી હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીશ ઉપરોક્ત અધિકારીઓમાંથી ગમે તે ઍક અધિકારીને તેમની કચેરીમાં તા.૨૨/૦૪/૨૦૨૪ ના રોજ બપોરના ૩-૦૦ વાગ્યા પહેલાં પહોંચાડવાની રહેશે. ચૂંટણી લડાશે તો મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ સવારે ૭-૦૦ કલાક થી સાંજે ૬-૦૦ કલાક વચ્ચે થશે. તેવુ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે. તેમ નવસારી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.