Vishesh News »

સમગ્ર દાનહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો પડઘો સંભળાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૨૨ ઃ દાનહમાં સોમવારે શહેરથી લઈને ગામડાઓ સુધી સર્વત્ર રામધૂનનો પડઘો સંભળાયો હતો. આખો દિવસ શોભાયાત્રા, શ્રી રામ અને લક્ષ્મણની ઝાંખીઓ, સુંદરકાંડ અને ભજન અને કીર્તન શ્રી રામની સ્તુતિમાં ગુંજી રહ્ના હતા. બપોરે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થતાં જ સૌ ભાવવિભોર થયા હતાં. આ પ્રસંગના સાક્ષી થવા નરોલી, દાદરા, ખાનવેલ જેવા અનેક સ્થળોઍ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. પણ રામ, લખન અને માતા સીતાની શોભાયાત્રા કાઢી અને પૂજા કરવામાં આવી હતી. શહેરના વેપારીઓઍ ભગવા વસ્ત્રો ધારણ કરી હાથ પકડીને કિલવણી નાકાથી ઝંડાચોક, પોલીસ સ્ટેશન, શહીદ ચોક, ટોકરખાડા થઈને ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. શોભાયાત્રામાં રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની ઝાંખીઓ શણગારવામાં આવી હતી. યાત્રા દરમિયાન લોકોઍ વિવિધ સ્થળોઍ પૂજા અર્ચના કરી પુણ્ય મેળવ્યું હતું.