Vishesh News »

આવતા વર્ષે સોનગઢમાં કથાનો સંકલ્પ કરતાં પૂ. મોરારી બાપુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૧ ઃ ધરમપુર તાલુકાના ખાંડાગામે ચાલી રહેલ પૂ.મોરારીબાપુની કથામાં ત્રીજા દિવસે પૂર્ણ પંડાલ શ્રોતાગણથી ભરાઈ ગયો હતો. પૂજ્ય મોરારીબાપુ કથાના પ્રારંભમાં પોતાની અમૃતવાણીમાં આ ભૂમિના જે જે આસ્થા કેન્દ્ર હોય તેને મારા પ્રણામ કહી પોતાની અમૃતવાણી વહાવી હતી. તેમણે આજે આગામી રામકથા સોનગઢમાં કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો અને સાથે ધમા*તરણનો પ્રશ્ન ઉપસ્થિત કરી ‘અમે મોડા પડયા’ કહી અફસોસ વ્યકત કર્યો હતો. જેમણે ચમત્કારો અને પ્રલોભનમાં આવીને પોતાનો ધર્મ ભજવ્યો છે તે સર્વે ભાઈ-બહેનોને સનાતન ધર્મ અંગિકાર કરી લેવા પણ હાકલ કરી હતી. તેમણે વિશ્વાસનો પણ મહિમા કર્યો હતો. અને કહ્નાં હતું કે પારેવું ઍ ભરોસાનું પક્ષી છે ઍ વિશ્વાસના છાયામાં શ્વાસ લે છે. આજે ત્રીજા દિવસની કથામાં હજારો ભાવિકો લાભ લેવા ઉમટી પડયા હતાં. કેટલીક શાળાના બાળકો પણ કથા શ્રવણ માટે આવ્યા હતાં. તો સાથે જાણીતા કટાર લેખક જય વસાવડા જેવા પણ નજરે ચઢયા હતાં.