Vishesh News »

વાપીમાં યોગ અને ધ્યાન શિબીર યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૧ ઃ વાપીના વીઆઈઍ ખાતે વલસાડ જીલ્લા ભાજપ સંગઠન અને વલસાડ જીલ્લા સમસ્ત યોગ પરીવાર દ્વારા યોગ ચેતનાથી રાષ્ટ્ર ચેતના અને તન અને મનની તંદુરસ્તી માટે યોગ અને ધ્યાન શિબીર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલની વિષેશ ઉપસ્થિતીમા સ્વામીનારાયણ ગુરુકુલના કપિલ સ્વામીજીના સાનિધ્યમાં યોગ અને ધ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીપ પ્રજવલન અને પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કરી શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. શિબિરમાં યોગ શિક્ષક કમલેશભાઈ પત્રેકર અને ધીરુભાઈ પટેલનો સહયોગ રહ્ના હતો. પ્રીતિબેન પાંડે દ્વારા શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું. જ્યારે શિબિરમાં વિઠ્ઠલભાઈ પટેલ પૂર્વ પ્રમુખ વાપી નગરપાલિકા દ્વારા મંચ સંચાલન કરવામાં આવ્યું હતું.