Vishesh News »

ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં ‘માય હેલ્થ, માય રાઈટ’ અંગે કાર્યક્રમ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૧ ઃ ઇનોવેશન હબ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર ખાતે તારીખ ૭ ઍપ્રિલ, ૨૦૨૪ ના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી માય હેલ્થ માય રાઈટ થીમ પર બેયર વાપી પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી કરવામાં આવી જેમાં તંદુરસ્ત જીવનશૈલી અને ઔષધીય વનસ્પતિઓની ઓળખ પર કાર્ય શાળાનું આયોજન કર્યું હતું. જુનિયર મેન્ટર ગાયત્રી બિષ્ટે ઇનોવેશન હબ ખાતે સત્રની શરૂઆત વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના મહત્વ વિશે સંબોધીને કરી હતી. તેણીઍ ઍકંદર આરોગ્ય અને સુખાકારી માટે સંતુલિત પોષણ, નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને માનસિક સુખાકારીના મહત્વ પર વિગતવાર વર્ણન કર્યું. અરસપરસ ચર્ચાઓ અને આકર્ષક પ્રવૃત્તિઓ દ્વારા, વિદ્યાર્થીઓને તેમના રોજિંદા જીવનમાં તંદુરસ્ત ટેવો અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. સ્વસ્થ જીવન પરની ચર્ચા બાદ, વિદ્યાર્થીઓને ઔષધીય છોડની ઓળખ અને ઉપયોગ વિશે માહિતગાર કર્યા હતા. તેઓઍ તેમના કુદરતી વાતાવરણમાં જોવા મળતા છોડના વૈવિધ્યસભર ઔષધીય ગુણધર્મો વિશે સમજૂતી આપી તેમજ વિદ્યાર્થીઓને આ છોડને કેવી રીતે ઓળખવા અને તેનો વિવિધ સ્વાસ્થ્ય લાભો માટે જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો તે શીખવવામાં આવ્યું હતું. સત્રનું સંચાલન જુનિયર મેન્ટર ગાયત્રી બિષ્ટ, જુનિયર મેન્ટર્સ રાહુલ શાહ અને ઍજ્યુકેશન ટ્રેઇની કૃણાલ ચૌધરીઍ કર્યું હતું.