Vishesh News »

વલસાડમાં પેટ્રોલ પંપ પર હવા ભરવાની વ્યવસ્થા ન હોવાની રાવ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૧ ઃ મોગરાવાડી વિસ્તારમાં આવેલ પેટ્રોલિયમ પંપ પર હવા ભરવાની વ્યવસ્થા ન હોવાથી અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન વલસાડના મહામંત્રીઍ લેખિતમાં ફરિયાદ કરી છે. ભારત સરકાર દ્વારા પેટ્રોલ પંપોની ઉપર પેટ્રોલ તેમજ ડીઝલ અને જો સી.ઍન.જી. ગેસ વેચાણ કરવામાં આવતો હોય ત્યાં વાહનોમાં મફત હવા ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની હોય છે. તેમજ પીવાના પાણી તથા શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાની હોય છે. આમ સામાન્ય રીતે બધે આ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. પરંતુ વલસાડ શહેર તથા જિલ્લાના અમુક પેટ્રોલ પંપો પર આ સુવિધાઓનાં નામ પર મીંડું હોય છે છતાં જેમની અમલીકરણની જવાબદારી કલેકટર, જીલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર કચેરીઓઍ આ બધું ધ્યાન રાખવાનું હોય છે. જે નહીં રખાતા પેટ્રોલ પંપોનાં સંચાલકો બેફામ બની જવા પામેલ છે. આજરોજ વલસાડના ઍક પેટ્રોલિયમ પંપ પર હવા ભરવાની વ્યવસ્થા ન હોવાથી અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન વલસાડના મહામંત્રી સ્વરૂપરામ સુથારે કસ્ટમર કમ્પલેનમાં ફરિયાદ નોંધાવી છે.